પાકિસ્તાને ભારત માટે તેની એરસ્પેસ બંધ કરી દેતાં વિમાની મુસાફરોની હાલાકી વધશે
        નવી દિલ્હી, પાકિસ્તાને એરસ્પેસ બંધ કરી દેતાં દિલ્હી અને ઉત્તરના રાજ્યોના ખાસકરીને દિલ્હી અને ઉત્તરના અન્ય શહેરોની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને તેમના નિયત સ્થળે પહોંચવામાં લાંબો સમય લાગશે.
જેને કારણે ભાડું નજીકના ભવિષ્યમાં ૮થી ૧૨ ટકાની આસપાસ વધવાની સંભાવના છે. ભારતની વિમાની કંપની એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ ગુરુવારે કહ્યું હતું કે પાકિસ્તાની એરસ્પેસ બંધ થતાં તેની કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને અસર થઇ છે.
ટાટા જૂથની માલિકીની વિમાની કંપનીએ ઉલ્લેખ કર્યાે હતો કે નોર્થ અમેરિકા, યુકે, યૂરોપ અને મધ્ય-પૂર્વના દેશોને કનેક્ટ કરતી ફ્લાઇટ્સને હવે વૈકલ્પિક લાંબો રૂટ અપનાવવો પડશે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા ઉપરાંત એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસ જેટ પણ આંતરરાષ્ટ્રીય વિમાનોનું સંચાલન કરે છે. ઉત્તર ભારતના શહેરોથી પશ્ચિમના દેશો તરફ ઉડતી ફ્લાઇટ્સને વધુ અસર થશે.
હવે તેમને આરબના દરિયાનો રૂટ અપનાવવો પડશે. લાંબા રૂટને કારણે વિમાની કંપનીઓનો ઇંધણ વધુ વપરાશે અને પરિણામે ખર્ચ વધી જશે. ઉપરાંત પે લોડના પ્રશ્નો પણ ઊભા થશે.
એક પોસ્ટમાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તમામ ભારતીય વિમાની કંપનીઓ માટે પાકિસ્તાન એરસ્પેસના નિયંત્રણોની જાહેરાતને કારણે વૈકલ્પિક માર્ગ અપનાવવો પડશે. તેણે આ સ્થિતિ બદલ મુસાફરોને થયેલી અવગણતા બદલ દિલગીરી પણ વ્યક્ત કરી હતી. જોકે તેણે સ્પષ્ટ કર્યું હતું કે મુસાફરો અને ક્‰ની સલામતી અમારા માટે મહત્વની છે.
એર ટ્રાફિક કન્ટ્રોલરે જણાવ્યું હતું કે અમેરિકા અને યૂરોપની કેટલીક ફ્લાઇટ્સનો સમય આશરે બે થી અઢી કલાક લંબાઇ જશે. વિમાની કંપનીઓ તેમની વિમાનની યોજના જણાવશે પછી જ ચિત્ર સ્પષ્ટ થશે. જાણવાની વાત એ છે કે પાકિસ્તાની એરસ્પેસ ભારત માટે અત્યંત મહત્વનું છે કેમ કે ભારતીય વિમાની કંપનીઓ તેનો વ્યાપક ઉપયોગ કરે છે. વિમાની ઉદ્યોગ જગતના લોકોનું કહેવું છે કે પાકિસ્તાની એરસ્પેસ બંધ થતાં ભાડમાં આઠથી ૧૨ ટકાનો વધારો સંભવ છે.
જો આ લાંબો સમય સુધી ચાલશે તો હવાઇ ભાડું વધુ વધી શકે છે. ફ્લાઇટનો સમય હાલ કરતાં વધી જશે તો તેના પરિણામે પે લોડનો મુદો ઊભો થશે અને આથી વિમાની કંપનીઓએ વિમાનોમાં વજન ઓછું રહે તેની પણ કાળજી રાખવી પડશે.
આમ ઓપરેશન કોસ્ટ્સ વધતા તેમજ પેલોડ નિયંત્રણોને કારણે વિમાની કંપનીઓની નાણાકીય સ્થિતિ ડામાડોળ થઇ શકે છે. આમેય હાલમાં જ આ કંપનીઓની સ્થિતિ સારી નથી. તેઓ ઓછા માર્જિનથી કામગીરી કરી રહી છે.SS1MS
