Western Times News

Gujarati News

ગુજરાત સરકાર એક્શનમાં: ૪૦૦ કરતાં વધુ પાકિસ્તાનીઓની ઓળખ થઈ

અમદાવાદમાં સૌથી વધુ ૭૭ પાકિસ્તાની નાગરિકો, સુરતમા ૪૪ અને કચ્છમાં ૫૦ પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો

ગાંધીનગર, પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો આપતા બુધવારે સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો હતો.

ભારત સરકારે હવે ગુરુવારે પાકિસ્તાની નાગરિકોના મેડિકલ સહિત તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના રાજ્યોમાંથી હટાવે.ગૃહમંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.

આ દિશામાં ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવા માટે કવાયત તેજ ધરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરાઈ છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની જઘન્ય ઘટના બાદ ભારતે પાકિસ્તાન પર આકરા પ્રતિબંધો લાદી દીધા છે. જે પૈકી એક ભારતના શોર્ટ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોને ૨૭ એપ્રિલ સુધીમાં દેશ છોડવા જણાવ્યું છે. ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં લોન્ગ ટર્મ વિઝા પર ૪૩૮ પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદમાં વધુ ૭૭ પાકિસ્તાની નાગરિકો, સુરતમા ૪૪ અને કચ્છમાં ૫૦ પાકિસ્તાની નાગરિકો, ગુજરાતમાં શોર્ટટર્મ વિઝા પર રહેલા ૭ નાગરિકો હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય શોર્ટ ટર્મ વિઝા પર સૌથી વધુ ૫ પાકિસ્તાની નાગરિકો અમદાવાદમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૧ ભરૂચ અને ૧ વડોદરામાં પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે.

ગુજરાતમાંથી પહેલા પાકિસ્તાની નાગરિકને તત્કાળ ભારતના બહાર મોકલવામાં આવ્યા છે જેનું નામ શાહિદા બીબી છે જે ભરૂચમા પોતાના સગાના ઘરે હતા. શોર્ટ ટર્મ વિઝા પર રહેલ શાહિદા બીબી પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા છે.

અટારી બોર્ડરથી પાકિસ્તાન મોકલી દેવામાં આવી છે. વડોદરામાં એક મહિલા શોર્ટ ટર્મ વિઝા પર આવ્યા છે. તેમણે આગામી બે દિવસમાં દેશ છોડવો પડશે. આ હુમલા બાદ ભારત સરકારે સૌથી પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિને મુલતવી રાખી હતી. ભારતે પાકિસ્તાનને ઔપચારિક પત્ર લખીને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાણકારી આપી હતી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં વસતા પાકિસ્તાનીઓ મામલે જાણાવ્યું હતું કે, ભારત સરકારના નિર્ણયનું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે.
તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. અને પાકિસ્તાની પીડિતોને કોઈ જાતની હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે.

જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તેમની એસઓજી અને લોકલ પોલીસ કામગીરી કરી રહી છે. અલ્ટિમેટમ બાદ જો કોઈ પાકિસ્તાની અહીં રહેશે તો જે કરવાનું થતું હશે એ કરીશું એમાં કાઈ કહેવાનું ન હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.