Western Times News

Gujarati News

ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો દોડશે

default

(એજન્સી)અમદાવાદ, મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ, આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાનો શુભારંભ રવિવાર તા. ૨૭ એપ્રિલ, ૨૦૨૫ થી થશે.

હવેથી મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦એ આ નવા સ્ટેશનોને જોડશે અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચશે. ahmedabad to gandhinagar sachivalaya metro

આનાથી અમદાવાદ અને ગાંધીનગરના આ વિસ્તારો વચ્ચે સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. સચિવાલય સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ અને નવા સ્ટેશનોનો ઉમેરો એ સુગમ પરિવહનની દિશામાં એક આવકારદાયક પગલું છે. હવે વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.