સહકારી સંસ્થાઓને વધુ સક્ષમ બનાવવા અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું

AI Image
અમદાવાદ, આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ – ૨૦૨૫ની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર પ્રભાગ તથા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સહકારી સંસ્થાઓને વધુ સક્ષમ બનાવવાના મંત્ર સાથે સહકાર સચિવશ્રીના અધ્યક્ષસ્થાને તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ અમૂલ ફેડરેશન ડેરી ભાટ, અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતું.
જેમાં સહકાર ક્ષેત્રને સક્ષમ બનાવવા માટે મહત્વના સેક્ટર જેમકે, નવી યોજનાઓ, નેશનલ કોપરેટીવ ડેટાબેઝ તથા e-Cooperative પોર્ટલ, પેક્સ તથા દૂધ મંડળીના ઓડિટ, મલ્ટીપર્પઝ કોપરેટીવ સોસાયટી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ની ઉજવણીના વર્કશોપમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડેરેશન લિ.ના એમ. ડી. શ્રી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના સી. ઈ. ઓ શ્રી તથા CSCના ગુજરાતના નોડલ અધિકારીશ્રી, તમામ જિલ્લા રજિસ્ટ્રારશ્રી તથા વડી કચેરીના તમામ અધિકારીશ્રી આ વર્કશોપમાં હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ -૨૦૨૫ને “આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી તેમજ સહકારી સંસ્થાઓના વિસ્તૃતિકરણ પર ભાર મુક્યો છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ “Cooperatives Build Better World” ની થીમ મુજબ સહકારી સંસ્થાઓ દ્વારા “૨૦૩૦ એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ” ને હાંસલ કરવામાં સહકારી સંસ્થાઓની મહત્વની ભૂમિકાને ધ્યાને રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.