Western Times News

Gujarati News

દાણીલીમડામાં વેપારીએ જુનાં ભાગીદારો વિરૂદ્ધ છેતરપિંડીની ફરીયાદ કરી

અમદાવાદ: દાણીલીમડા આવેલી એક કાપડની ફેક્ટરીનાં માલિકનાં કોરા ચેક ભાગીદારે ચોરી કરતાં તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હી. જાકે જામીન ઉપર છૂટ્યા માટે ભાગીદારે ચેક પરત આપવાનો વાયદો કર્યા છતાં ચેક બેંકમાં ભરતાં ફેક્ટરી માલિકે ફરીથી તેની વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. જ્યારે સુરતનાં ગઠીયાએ પોતાની શાખ ઉભી કરી લાખો રૂપિયાનો માલ મંગાવ્યા બાદ રૂપિયા ન આપતાં વ†ાપુર પોલીસે પણ ઠગાઈની એક ફરીયાદ નોંધી છે. ઉપરાંત ક્રિષ્નામનગરમાં એક પિતા-પુત્રની ડિઝીટલ ક્રેડીટ વાપરીને શખસે રૂપિયા ન ભરતાં પિતા-પુત્ર પોલીસનાં શરણે ગયાં છે.


રાહુલ ભરતભાઈ વછેટાની રાહુલ ટેક્સટાઈલ નામની ફેક્ટરી ગુડલક બેરલ માર્કેટ દાણીલીમડા ખાતે આવેલી છે. અગાઉ રાહુલભાઈનાં ભાગીદારો-સુનીલ ઝવેરી (રાયપુર દરવાજા બહાર)અને વિનય ઓમપ્રકાશ ગુપ્તા (નારણપુરા)એ તેમનાં કુલ ૨૫૬ ચેકો લઈ લેતાં રાહુલભાઈએ તેમનાં વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યાે હતો. આ કેસ કોર્ટમાં હતો. દરમિયાન સુનીલ તથા વિનયે ૨૫૬માંથી ૧૯ ચેક પોતાની પાસે આવ્યા હતાં. બાદમાં પોતે જામીન મેળવવા માટે અરજી કરી સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં ૧૯ ચેક પરત કરવા બાંહેધરી આપી હતી.

જા કે જામીન પર મુક્ત થયા બાદ વિનયે તમામ ચેક સુનીલને આપ્યા હતાં. જેણે આ ચેક બેંકમાં ભરતાં રીટર્ન થતાં નોટીસ ફટકારી હતી. આ જાઈ ચોંકી ઉઠેલાં રાહુલભાઈ ફરીથી દાણીલીમડા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. જ્યાં સુનીલ અને વિનય વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.

જ્યારે  વસ્ત્રાપુરમાં રહેતા દેવેન્દ્ર ભાઈ હીંગર જે ટ્રેડીંગનો વ્યવસાય કરે છે તેમને કેટલાંક સમય અગાઉ એક કોફીબારમાં સુરત અડાજણનાં હસમુખભાઈ મકવાણા અને અંકીત મહેતા નામનાં શખ્સોને મળ્યાં હતા. જેમણે વોટર પ્રુફ પ્લાયવુડની માંગણી કરી હતી.

જા કે પહેલી ડિલ હોઈ પંદર લાખના બદલે દેવેન્દ્રભાઈએ પોણા ચાર લાખનો માલ મોકલ્યો હતો. શરૂઆતમાં બંનેએ માલ ઊતરશે એટલે ચેક કરીને રૂપિયા આપી દઈશું તેમ કહીને બાદમાં ગલ્લા તલ્લાં કરતાં દેવેન્દ્રભાઈ વ†ાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને પોતાની વાત રજૂ કરી હતી. જ્યારે ક્રિષ્ણાનગરમાં કૈલાશનગરમાં રહેતા વિજેન્દ્રસિંગ અને તેમનાં પુત્ર યોગેશનાં ઓનલાઈન ક્રેડીટ ફેસીલીટી મારફતે પ્રદીપસિંગ ભદોરીયા નામના શખ્સે ૪ એસી ખરીદીને તેમનાં રૂપિયા ન ભરતાં પિતા-પુત્રએ ક્રિષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.