Western Times News

Gujarati News

PRSI અમદાવાદ અને AMAએ AIના ઉપયોગ અને PRની ભૂમિકા વિશે સેશન સાથે PR દિવસની ઉજવણી કરી

પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (PRSI)ના અમદાવાદ ચેપ્ટર અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA)એ “AIના જવાબદારીપૂર્વક ઉપયોગ: જનસંપર્ક ની ભૂમિકા” વિષય પર એક રસપ્રદ સેશનનું આયોજન કરીને રાષ્ટ્રીય PR દિવસ 2025ની ઉજવણી કરી હતી.

આ સેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પબ્લિક રિલેશન્સના વિકસતા જતા લેન્ડસ્કેપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું તેમજ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં AIની જવાબદારીપૂર્વક સ્વીકાર્યતામાં PR પ્રોફેશનલ્સની મહત્વપૂર્ણ ભૂમિકા હાઇલાઇટ કરાઇ હતી. આ સેશનનું સંચાલન Bloomingdale PR ના સીઇઓ અને Vikypedia.comના સીઈઓ વિક્રમ ખારવીએ કર્યું હતું.

આ સેશનમાં વિક્રમ ખારવીએ AIની જટિલતાઓ વચ્ચે PR કેવી રીતે આગળ વધી શકે છે તથા વિશ્વાસ અને પારદર્શિતામાં વધારો કરતાં તેના નૈતિક અને લાભદાયી અમલીકરણ સુનિશ્ચિત કરવા વિશે મૂલ્યવાન જાણકારી આપી હતી. તેમણે AI અપનાવવા સંબંધિત પડકારો, AI ટેકનોલોજી અંગે વિશ્વાસ અને પારદર્શિતાની રચના તથા AI-સંચાલિત વિશ્વમાં PR કૌશલ્યોના ભવિષ્ય સહિતના વિષયો અંગે પણ સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં PRSI અમદાવાદ ચેપ્ટરના ચેરમેન વિક્કી શાહે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય PR દિવસ,  પ્રતિષ્ઠા બનાવવા અને સમજણને પ્રોત્સાહન આપવામાં પબ્લિક રિલેશન્સના વ્યૂહાત્મક મૂલ્યોની યાદ અપાવે છે.

આપણે AIના યુગમાં આગળ વધી રહ્યાં છીએ તેમ PR તેના જવાબદાર ઉપયોગને માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. વિક્રમ ખારવી સાથેનું આ સેશન મૂલ્યવાન દ્રષ્ટિકોણ આપે છે કે કેવી રીતે આપણું પ્રોફેશન એક એવાં ભવિષ્યને આકાર આપી શકે છે કે જ્યાં ઇનોવેશન અને નૈતિક વિચારો એકબીજાના પૂરક છે.”

PRમાં AIના ઉપયોગ અંગે વાત કરતાં વિક્રમ ખારવીએ જણાવ્યું હતું કે, “AI ચોક્કસપણે આપણી વાતચીતની પદ્ધતિમાં પરિવર્તન લાવશે, પરંતુ આ બદલાવ વિશ્વાસ, પારદર્શિતા અને જવાબદારી આધારિત હોય તે સુનિશ્ચિત કરવાની આપણી અને PR કમ્યુનિટીની જવાબદારી છે.

પબ્લિક રિલેશન્સ માત્ર સ્ટોરીટેલિંગ પૂરતું સીમિત નથી, પરંતુ તે કૃત્રિમ પ્રભાવ ના યુગમાં વિશ્વાસને અકબંધ રાખવા વિશે છે. હું અમદાવાદમાં આ વાત કરતાં સન્માનિત હોવાનો અનુભવ કરું છું. આ શહેર ટેક્નોલોજી અને નૈતિકતાના મૂલ્યો બંન્નેને સમજે છે.”

આ કાર્યક્રમમાં PR અને કોર્પોરેટ કમ્યુનિકેશન પ્રોફેશનલ્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ, નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે PR, નૈતિકતા અને ટેકનોલોજીકલ ઇનોવેશન વચ્ચેના સંબંધો અંગે ઊંડી સમજ મેળવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.