2030 સુધીમાં ભારત ડાયાબીટીસના ટોચ પર બેઠું હશે!”

ડાયાબીટીસ! પ્રમેહ-મધુમેહ
મીઠી પેશાબ આજે ઘરે ઘરે આ શબ્દો જાણીતા થઇ ગયા છે..છેલ્લા ૧૫/૨૦ વર્ષ થી આની વ્યાપકતા કેમ વધી ગઈ છે? રોજ હરતા ફરતા અને રૂટીન કામ કરતા વ્યક્તિ કોઈ અન્ય ના ચેક અપ માટે જાય ત્યારે, કહે”મારું પણ લોહી ચેક કરી આપોને?”ત્યારે લેબમાં રીપોર્ટ આવે કે,તમને પણ સ્યુગર વધારે છે!
વીમો ઉતરાવવા સમયે બોડી ચેકઅપ દરમ્યાન ખબર પડે કે સ્યુગર વધુ છે!કોઈ અન્ય બીમારી સમયે બીજા ચેક કરવામાંધ્યાન આવે કે પેશાબમાં સાકર જાય છે..સ્યુગર વધારે આવે એટલે..હવે ગળપણ નહી લેવાનું મીઠાઈઓ બંધ..ખાંડ બંધ.. રસોઈ મોરી.. ચા પણ ફીકી !!!થોડા દિવસ તો ડરના માર્યા બધું બંધ..બીજા ચેકઅપ માં સ્યુગર ઓછું થાય..
એટલે જાણે પાકિસ્તાન સામે યુદ્ધજીતી ગયા હોઈએ એવું ફીલિંગ થાય!અને..‘મારું સ્યુગર તો કંટ્રોલ છે..’‘ડાયાબીટીસ ની દવા ચાલે છે..’હું તો કડવાણી લઉં છું..‘હું દરરોજ ફરવા જાઉં છું..’એટલે ક્યારેક પ્રસંગમાં મિઠાઈ ખાવામાં શું વાંધો? કેરી તો ફ્રુટ કહેવાય! નેચરલ સ્યુગર છે..જાતે જ વૈદ્ય બની જઈએ.. છીએ..વળી પાછુ ક્યારે ચેક કરાવીએ એટલે ખબર પડે કે, સ્યુગર તો પહેલા કરતાં પણ વધુ આવ્યું છે..! ડોક્ટર કહે.. મિઠાઈ ગળપણ કાયમ બંધ અને દવા? એ તો હવે જિંદગીભર ચાલુ..!
ઘરે ઘરે આવા અનુભવ થાય છે! દવાઓ ચાલુ હોય..પરેજી પણ મને ક મને ચાલુ હોય..ત્યાં બીજી કોઈ વિઝીટ સમયે ડોક્ટર કહેશે..‘તમારી આંખો ચેક કરવી પડશે..’‘તમારો ઈ.સી.જી. લઇ લઈએ..તમારો કે.એફ.ટી. કરાવવું પડશે..જાત જાત ના ચેક અપ ..ક્યારેક સાકર વધી જાયતો ક્યારેક વળી, સાકર ઘટી પણ જાય..!પગમાં પડેલો ઘા રૂઝાય નહિ..આંખે ઓછું દેખાય ..
બહુ થાક લાગે..ગેસ અને ગભરામણ જેવું લાગે..હોસ્પિટલ માં દાખલ કરવા પડે..ડોક્ટર કહે સમયસર આવ્યા..માઈલ્ડ એટેક હતો..!સ્યુગર વાળા ને,છાતીમાં દુખાવો થાય નહિ,અને એટેક આવે..!વારંવાર દવાઓ બદલવાની..હવે, તો તમને ઈન્સ્યુલીન પર રાખવા પડશે…શું ડાયાબીટીશ મટે નહિ? આટલા રીસર્ચ થાય છે..પણ ડોક્ટર તો કહે છે..ડાયાબીટીસ ની દવા કાયમ લેવાની..
ડાયાબીટીસ કટ્રોલ રહે.. તે મટે નહિ..અહીં સામન્ય લોકોને પ્રશ્ન એ છે કેસ્યુગર વધારે એટલે ‘ડાયાબીટીસ?’સ્યુગર કંટ્રોલ એટલે ડાયાબીટીસ નહિ? દવા ના લઈએ તો-તો ડાયાબીટીસ તો રહે ..પણ, દવા લઈએ તોય ડાયાબીટીસ ચાલુ રહે..? સમજાતું નથી..!નાના છોકરાઓને ડાયાબીટીસ? જન્મ થી ડાયાબીટીસ? ડાયાબીટીસ હવે આપણે,વારસામાં આપી રહ્યા છીએ..”
૨૦૩૦ માં ભારત ડાયાબીટીસના ટોચ પર બેઠું હશે!” ડાયાબીટીસની વ્યાપક્તા વિકરાળ બની છે..આને રોકી સકાશે? કોણ રોકશે? કેવી રીતે? શું ડાયાબીટીસ આવતા પહેલા જ એની ખબર પડી શકે? કેવી રીતે ખબર પડે? શું કરવું જોઈએ?ડાયાબીટીસ રોગ છે ? કે લક્ષણ ? તે મટે કે નહિ? ડાયાબીટીસ એલ.એસ.ડી. છે.. લાઈફ સ્ટાઈલ ડીસોર્ઝડર છે! એટલે શું? ક્યા પ્રકારની ‘’જીવન શૈલી’’ થી ડાયાબીટીસ થાય છે? “સ્વસ્થ જીવન શૈલી’’ (Healthy Lifestyle ) એટલે શું? ચાલો, વિસ્તૃત જાણકારી મેળવીએ..Talk Show – ‘’તન કી બાત’’“મીઠું ઝેર” -The Silent Killer
‘તન કી બાત’ સ્પીકર : ડો.હિતેશ જાની એક્સ પ્રિન્સીપાલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જામનગર
ગીરગંગા પરિવાર, તારીખ : ૨૭– એપ્રિલ રવિવાર | સમય : સાંજે ૫:૩૦ કલાકે | સ્થળ: ધોળકિયા સ્કૂલ યુનિવર્સીટી રોડ, રાજકોટ.
નોધ:આ સેમિનાર માં તમે પ્રશ્નો પૂછી શકો છો. અગાઉથી પ્રશ્નો મોકલી આપશો તો. તમને વધારે સચોટ જાણકારી અને માર્ગદર્શન આપી શકાશે!
સેલફોન નંબર :*9409692691/9429271368*
ગીરગંગા પરિવાર વતી,
ડો. મિલન ભટ્ટ