આ સ્કૂલના સંચાલકો FRCના નિયમને ધોળીને પી ગયા

ABVPના કાર્યકર્તાઓના કપડા ફાડી નાખ્યાનો આક્ષેપ:વિબગ્યોર શાળા ખાતે દેખાવો કરી રહેલા એક કાર્યકર બેભાન
વડોદરા, વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ વિબગ્યોર સ્કૂલના સંચાલકો એફઆરસીના નિયમને ધોળીને પી ગયા છે. જે મામલે એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાના ટાણે અહીં પહોંચેલી પોલીસે વિરોધ પ્રદર્શન કરી
રહેલા કેટલાક કાર્યકર્તાઓના કપડા ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક કાર્યકર બેશુદ્ધ થઈ જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ વિબગ્યોર સ્કૂલ એફઆરસીના નિયમ પ્રમાણે વિદ્યાર્થીના વાલીઓ પાસેથી ફી વસુલી રહી નથી. આ અંગે અગાઉ વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં શાળા સંચાલકો એફઆરસીના નિયમને અનુસરવા તૈયાર ન હોવાના આક્ષેપ સાથે
એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલ સામે સૂત્રોચાર સહ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતું. આ દરમિયાન એબીબીપીના અક્ષય રબારી સહિત બેથી ત્રણ લોકોના પોલીસે કપડા ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. આંદોલન વેળાએ સ્મિત પ્રજાપતિ નામનો કાર્યકર બેશુદ્ધ થઈ ઢળી પડ્યો હતો.
૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. એબીવીપીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વાલીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખવામાં આવશે.
Vadodara : protests led by the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) against the alleged misconduct of the management at a Vadodara-based private school. Parents voiced their grievances during a meeting, claiming that the school was overcharging fees, violating regulations, and forcing parents to purchase mandatory supplies only from the school. The protests intensified as parents rallied against the school’s financial practices, demanding accountability and justice.