24 વર્ષથી ભાગી રહેલો ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો

AI Image
ગાંધીનગરના પેથાપુરમાં ડબલ મર્ડરના ગુનામાં ૨૪ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં ૨૦૦૨ના વર્ષમાં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં લાશને તેમની જ ઈન્ડીકા કારમાં નાંખીને વાવોલથી ઉવારસદની વચ્ચે ઝાડીઓમાં ગાડીમાં પેટ્રોલ છાટીને સળગાવી દેવામાં આવી હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. તે સમે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી વોન્ટેડ હતો.
દરમિયાન ક્રાઈમ બ્રાંચે ટેક્નીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરીને આરોપીને ભરૂચના દહેજથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી નિુપમ ઉર્ફે ભુરીયો ઉર્ફે મુન્નાભાઈ જે.કણસાગરા સુરતમાં રહેતો હતો અને મુળ પોરબંદરના કુતિયાણાનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તપાસમાં આરોપી સામે રાજકોટ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલો હોવાનું તથા સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પાસા અટકાયતી તરીકે રહેલો હોવાનું બહાર આવ્યું છે.