સપા સાંસદ રામજીલાલના કાફલા પર અલીગઢમાં હુમલો

અલીગઢ, ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગાને ગદ્દાર કહ્યા હતા. હવે આ વિવાદ મામલે સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર રવિવારે ક્ષત્રિય મહાસભા અને કરણી સેનાના કાર્યકરોએ હુમલો કર્યાે હતો.
દિલ્હી-કાનપુર હાઈવે પર તેમના કાફલા પર ટાયરો પણ ફેંકવામાં આવ્યા તેમજ કાળા ઝંડા દેખાડવાની સાથે કાળુ તેલ ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. સાંસદ રામજીલાલ સુમન બુલંદશહરના સુનહરા ગામમાં દલિત પરિવારને મળવા જઈ રહ્યા હતા, ત્યારે કાફલા પર હુમલાની ઘટના બની હતી. ત્યાર પછી પોલીસે સાંસદને ગભાના ટોલથી જ પરત આગ્રા મોકલી દીધા હતા.સપા પ્રમુખ અખિલેશ યાદવે આને સુનિયોજિત હુમલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપના લોકો પણ આવા હુમલાના શિકાર બનશે.
ઉલ્લેખનીય છે કે, ૨૧મી એપ્રિલે બુલંદશહરના સુનહરા ગામમાં નજીવી તકરારમાં દલિત પરિવાર પર કાર ચડાવવાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. રવિવારે સાંસદ રામજીલાલ સુમન પીડિત પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા. ક્ષત્રિય મહાસભા અને કરણી સેનાના કાર્યકરોને આ અંગેની માહિતી એક દિવસ પહેલા જ મળી ગઈ હતી.SS1MS