કેનેડિયને ફ્લાઇટમાં પોતાની પાસે બોમ્બ હોવાનો દાવો કર્યો

વારાણસી, ઉત્તરપ્રદેશના વારાણસીથી બેંગલુરુ જનારી ઈન્ડિગોની ફ્લાઇટમાં યાત્રા કરી રહેલા એક વિદેશી નાગરિકે દાવો કર્યાે કે તેની પાસે બોમ્બ છે. જેના કારણે વારાણસી એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો.
પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા મુજબ આ ઘટના શનિવારની રાતની છે. બોમ્બ હોવાનો દાવો કરનાર વિદેશી નાગરિક કેનેડાનો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા કર્મીઓ તેની પૂછપરછ કરાઇ હતી. ફ્લાઇટમાં કોઇ બોમ્બ મળ્યો નહતો.
એરપોર્ટના ડાયરેક્ટર પુનીત ગુપ્તાએ જણાવ્યું કે બોંબની અફવા પછી વિમાનને તપાસ માટે આઈસોલેશન-બેમાં લઈ જવામાં આવ્યું, પરંતુ તેમાંથી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નહીં. તેમણે ઉમેર્યું કે યાત્રીના દાવા પછી ઈન્ડિગોના ક્‰ મેમ્બરોએ તરત જ એર ટ્રાફિક કંટ્રોલ(એટીસી)ને ખતરાની જાણ કરી દીધી હતી.
ત્યાર પછી ઉડાણ રોકી દેવામાં આવી હતી અને સ્ટાન્ડર્ડ સિક્યોરિટી પ્રોટોકોલ અનુસાર તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓની મંજૂરી મળ્યા પછી વિમાનને રવિવારે સવારે બેંગલુરુ માટે રવાના કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે ૨૬મી એપ્રિલે વારાણસીથી બેંગલુરુ માટે ઉડાણ ભરનારી ફ્લાઇટ(૬ઈ-૪૯૯) બોંબની ધમકીને લીધે મોડી પડી હતી. આ મામલાની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.SS1MS