Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર ઈન્સ્ટાગ્રામ ગેમ અને ફ્લેશ મૉબ દ્વારા “ભ્રમ” ફિલ્મની અનોખી પ્રમોશનલ રજૂઆત

Ahmedabad, આગામી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ” ગુજરાતી સિનેમા માટે કાંઈક અનોખી જ પ્રોમોશનલ સ્ટ્રેટેજી સેટ કરી રહી છે. 16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ  “હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મમાં દર્શકોને ઇન્ટરેસ્ટિંગ, ક્રિએટિવ અને ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ અભિગમનું લક્ષ્ય ફિલ્મના અનોખા વિષય અને સ્ટોરીટેલિંગના સંકેતોને સંલગ્ન કરી ફિલ્મ માટે એક સારો બઝ ક્રિએટ કરે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોનીનો સમાવેશ થાય છે. અત્યંત વખણાયેલી ફિલ્મ “હું ઇકબાલ”ના મેકર્સ દ્વારા જ થ્રિલર ફિલ્મનું નિર્માણ કરાયું છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ફિલ્મનું પ્રમોશન ઇન્સ્ટાગ્રામ ગેમ દ્વારા કરાયું છે. આ ગેમ સોશિયલ મીડિયા પર  શ્રેણીબદ્ધ રીતે યોગ્ય પ્રશંસા મેળવી રહી છે, જ્યાં યુઝર્સ પઝલ્સ હલ કરે છે અને છૂપાયેલા સંકેતોની ઓળખ કરે છે. હવે “હું ઈકબાલ” અને “ભ્રમ”ના મેકર્સ દ્વારા એક અન્ય યુનિક પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં વિકેન્ડ વિન્ડો ખાતે કેટલાક યુવાઓ બ્લડ-ફિલ્ડ ફેસ અને હાથમાં ફ્લેશ મોબ સાથે નજરે પડ્યા કે જેમણે મોટી સંખ્યામાં અમદાવાદીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ભ્રમની ટીમ દ્વારા કરાયેલ આ આકર્ષક પ્રમોશનલ સ્ટન્ટ એ ફિલ્મના પ્રચાર માટે ઘણી મોટી વ્યાપકતા ઉત્પન્ન કરી છે.

ફિલ્મના પ્રમોશન માટે એક નવીન ઇન્ટરેક્ટિવ મોશન સેન્સર પોસ્ટર પણ રજૂ કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સર્વપ્રથમ પ્રયાસ છે. આ મોશન સેન્સર ટેકનોલોજી દર્શકોને પોસ્ટરની સાથે એ રીતે ઇન્ટરેક્ટ કરવા માટેની અનોખી રીત લાવે છે. જ્યારે લોકો પોસ્ટરની નજીક જાય છે, તે સક્રિય થાય છે અને વધુ ઇમેજ પ્રગટ કરે છે, જ્યારે દૂર જવાથી સ્ક્રીન બ્લેક થઈ જાય છે. આ ઇન્ટરએક્ટિવ ટેકનોલોજી દર્શકોને ફિલ્મની વાર્તા સાથે જોડાવાની તક આપે છે.

આ ફિલ્મમાં માયા, 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પણ જયારે તે પોતાની જ દીકરીની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. સમય માયા સામે કડકાઈથી ઊભો છે. માયાને તેની તૂટી ગયેલી યાદગીરીઓ ફરી સંકલિત કરી સત્ય શોધવું જ પડશે… એ પહેલાં કે હત્યારો ગુમ થઈ જાય. પોતાની અનોખી વાર્તા, પાવરફૂલ પરફોર્મન્સ અને એક્સપેરિમેન્ટલ ડિજિટલ સ્ટ્રેટેજી સાથે, “ભ્રમ” ગુજરાતી સિનેમામાં કાંઈક નવું લાવવા માટે તૈયાર છે.

ફિલ્મના રિલીઝ પહેલા “ભ્રમ”નો આ અનોખો પ્રચાર અભિગમ ગુજરાતી સિનેમા માટે એક નવી દિશા આપી રહ્યો છે. ઈન્ટરેક્ટિવ ટેકનોલોજી અને સોશિયલ મિડીયાની નવીનતા દ્વારા, “ભ્રમ” એક અનોખી રીતે દર્શકોને જોડીને નવો બેન્ચમાર્ક સેટ કરવા માટે તૈયાર છે. સ્ટોરીટેલિંગ અને ઈનોવેશનની વ્યાખ્યાને સાર્થક કરતી ફિલ્મ “ભ્રમ” આવી રહી છે 16મી મે, 2025થી સિનેમાઘરોમાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.