Western Times News

Gujarati News

આર્મી ઓફિસરોના ધડાધડ રાજીનામા પડતા પાકિસ્તાની સેનામાં હડકંપ

ઈસ્લામાબાદ,
ભારત તરફથી જવાબી કાર્યવાહીની દહેશતથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાનની સેનામાં ભારે હડકંપ મચ્યો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાં સૈન્ય ઓફિસરો અને સૈનિકોના રાજીનામા પડી રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનમાં ૧૦૦ જેટલા સેનાના કમાન્ડરો અને ૫૦૦ આસપાસ સૈનિકોએ નોકરી છોડવાની જાહેરાત કરીને પોતાના રાજીનામા મોકલી દીધા છે.ભારત તરફથી જે રીતે તૈયારીઓ થઈ રહી છે તે જોતા પાકિસ્તાનમાં હાલ ભારે ખળભળાટ મચ્યો છે. એવું કહેવાય છે કે સેનાધ્યક્ષ જનરલ આસિમ મુનીરનો ખેલ હવે ખતમ થવાનો છે.

મુનીર પર આતંકવાદી સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરાવવાનો આરોપ છે. અણેરિકા પણ મુનીરને પસંદ કરતું નથી. આવામાં મુનીરનો આ દાવ ઉલ્ટો પડતો જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા કમાન સંભાળનારી ૧૧મી કોરના ટોચના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉમર અહમદ બુખારીએ સેના હેડક્વાર્ટરને આ અંગે જાણકારી મોકલી છે. તેમણે તાબડતોબ રાજીનામાને મોટું સંકટ ગણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.