Western Times News

Gujarati News

ગુજરાતમાં અસહ્ય ગરમી પડવાની આગાહીથી સરકારી તંત્ર સજ્જ

કંડલામાં ૪પ.૬ અને રાજકોટમાં ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું

(એજન્સી)અમદાવાદ,
હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે, હવામાન વિભાગનું માનવું છે કે, આગામી સમયમાં હજી ગરમી વધી શકે છે તેમજ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે તો બીજી તરફ બે દિવસ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટની આગાહી અપાઈ છે. રાજ્ગમાં અસહ્ય ગરમી પડવાની આગાહીના પગલે સરકારી તંત્ર સજ્જ થઈ ગયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે ૪૩ ડિગ્રી તાપમાનની શક્યતા રહેલી છે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચકાયો છે અને હાલમાં હાલ પવનની દિશા પશ્ચિમથી ઉત્તર અને પશ્ચિમ તરફની છે, રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં ૪૫.૬ ડિગ્રી નોંધાયું છે, રાજકોટમાં ૪૪.૪ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે, હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચન કર્યું છે.

ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર, ૨૫ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ ૨૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પછી દિલ્હીમાં આ સૌથી વધુ રાત્રિનું તાપમાન છે. તે જ સમયે, શનિવારે દિલ્હીમાં દિવસનું તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું, જે આ સિઝનનું સૌથી વધુ તાપમાન છે. આ એપ્રિલ મહિનાનું ત્રણ વર્ષમાં સૌથી વધુ તાપમાન હતું. રવિવારે મહત્તમ તાપમાન થોડું ઘટ્યું, પરંતુ સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રી વધારે૪૧.૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું.

IMDએ આસામ-મેઘાલય, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ટેકનિકલ ભાષામાં તેને પ્રિ-મોન્સૂન વરસાદ કહેવામાં આવે છે. આસામ-મેઘાલય, પશ્ચિમ બંગાળ (ગંગાના મેદાનો), ઓડિશા, બિહાર, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઉત્તર કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. આ ઉપરાંત, મેઘાલય, દક્ષિણ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઝારખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેલંગાણા, રાયલસીમા, દક્ષિણ કર્ણાટક અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. દેશની રાજધાની દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડા પડ્‌યા, જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. અગાઉ, પારો ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે ગરમી જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવે ફરી એકવાર તાપમાન ૪૦ ને પાર થવાની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, ૨૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ દિલ્હીમાં પારો ૪૧ ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ કારણે, દેશની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.