ફ્રાન્સ પાસેથી ભારતે ૨૬ રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદ્યા

રૂ.૬૩૦૦૦ કરોડની ડીલ મંજૂર થઈ
(એજન્સી)નવી દિલ્હી,
આજે ભારત અને ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે ૨૬ રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે રૂપિયા ૬૩,૦૦૦ કરોડના મોટા સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું, જ્યાં નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ કે સ્વામીનાથન હાજર હતા. ભારતીય નૌકાદળના કાફલામાં ૨૬ રાફેલ મરીન એરક્રાફ્ટ સામેલ થશે. રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઈસ એડમિરલ કે. સ્વામીનાથનની હાજરીમાં આ કરારની આપ-લે કરવામાં આવી હતી.
એક તરફ ભારત પહેલગામ હુમલાના દોષિતો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે ભારત પોતાની સંરક્ષણ શક્તિ વધારવામાં વ્યસ્ત છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે આજે સૌથી મોટી ડિફેન્સ ડીલ થઈ છે. ભારત ફ્રાન્સ પાસેથી ૨૬ રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે કરાર કર્યા છે. આ ડીલ લગભગ ૬૩ હજાર કરોડ રૂપિયાની છે. આ ૨૬ રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટ ભારતીય નેવી માટે હશે.
આ ડીલને થોડા સમય પહેલા સંરક્ષણ પરની કેબિનેટ કમિટીએ મંજૂરી આપી હતી. આ અંતર્ગત ફ્રાન્સ ભારતને ૨૨ સિંગલ-સીટર અને ૪ Âટ્વન-સીટર રાફેલ આપશે.ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ ૨૭ એપ્રિલે ભારત આવવાના હતા, પણ આતંકવાદી હુમલાને લીધે સર્જાયેલી તંગદિલીને લીધે તેમણે ભારતની યાત્રા મુલતવી રાખી હતી. તેથી હવે બંને દેશોના સુરક્ષા અધિકારીઓએ ૨૮ એપ્રિલ, સોમવારના રોજ નવી દિલ્હીમાં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશના સંરક્ષણ મંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગમાં હાજર રહ્યા હતા.
ખાસ વાત એ છે કે આજે રાફેલ ફાઈટર એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર થયા છે. તે ભારતીય નૌકાદળ માટે છે.
તમામ રાફેલ વિમાન આઈએનએસ વિક્રાંતથી ઓપરેટ થશે. રાફેલને લઈને ફ્રાન્સ સાથે ભારતનો આ બીજો કરાર છે. અત્યાર સુધી ફ્રાન્સે ભારતને ૩૬ રાફેલ ફાઈટર જેટ પ્લેન આપ્યા છે. જેઓ ભારતની સરહદો પર પોતાની ગર્જનાથી દુશ્મનોમાં ડરનો માહોલ બનાવી રહ્યા છે. વાયુસેનામાં ૩૬ રાફેલ ફાઇટર પ્લેન તૈનાત છે અને તેના માટે વાયુસેનાએ અંબાલા અને હાશિમારામાં બે સ્ક્વોડ્રનની રચના કરી છે.
હવે નવી રાફેલ ડીલ થઈ છે. આ અંતર્ગત ભારતીય નૌસેનાને મળેલા તમામ ૨૬ રાફેલ વિમાનો આપવામાં આવશે. તેમને આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. જે આઈએનએસ વિક્રમાદિત્ય પછી ભારતનું બીજું એરક્રાફ્ટ કેરિયર છે. ૬.૬ અબજ યુરો એટલે કે ૬૩,૮૮૭ કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને ૨૨ નંગ સિંગલ-સીટ રાફેલ-એમ જેટ અને ૪ નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ ૨૬ નંગ પ્લેન મળશે. એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે ૩૬ નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલનાં સમાવેશ થાય છે.