સરકારી વેબસાઈટ યોગ્ય રીતે કામ કરતી નથીઃ વહીવટી સુધારણા પંચ

‘નો યોર ડિપાર્ટમેન્ટ’ અંતર્ગત પંચની ભલામણ
સરકારી વિભાગોએ છ મહિનામાં મલ્ટીમીડિયા મોડયુલ વિકસાવવું પડશે
(એજન્સી)ગાંધીનગર,
ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા રાજય સરકારને સોપાયેલા બીજા અહેવાલમાં સરકારી કચેરીઓને એક મજબુત મલ્ટી મીડીયાનો યોર ડીપાર્ટમેન્ટ મોડયુલ બનાવવાની ભલામણ કરી છે. જેમાં દરેક વિભાગો કમીશનરેટસ શહેરી સ્થાનીક સંસ્થા અને ક્ષેત્રીય કચેરીઓએ છ મહીનાની અંદર આ મોડયુલ વિકસાવવાનું રહેશે. તે સાથે સરકારી વેબસાઈટને ફકત નાગરીકો જ નહી કર્મ્ચારીઓ માટે પણ મહત્વની ગણાવતા હાલ સરકારી વેબસાઈટ યોગ્ય રીતે કામ કરતી નહી હોવાની પણ પંચે નોધ લીધી છે.વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે પંચ દ્વારા દરેક કર્મચારી તેની ભુમીકાને ધ્યાનમાં લીધા વિના જરૂરી મહત્વની માહિતીનું સરળ અને અસરકારક એકસેસ મેળવે તે અંગે અહેવાલમાં માર્ગદર્શીકા અપાઈ છે.
જેનો હેતુ સરકારી કચેરીના જે તે વિભાગની જાણકારી તેના કર્મચારીને હોય તે માટેનો છે. મલ્ટી મીડીયા સામગ્રી ધરાવતા દરેક મોડયુલમાં વિભાગનું મિશન વીઝન સંગઠનાત્મક માળખું કાર્ય નીતી ચાલુ પ્રોજેકટ અને ભવીષ્યની લક્ષ્ય વગેરેની પણ જાણકારીનો સમાવેશ કરાશે. ભુમીકા અને જવાબદારી પણ નિયત હશે. આ મોડયુલ દરેક કર્મચારીની બદલી કે નથી ભરતી વખતે ઓરીએન્ટેશન સત્ર કે કાર્યક્રમનો એક ભાગ બનશે.નો યોર ડીપાર્ટમેન્ટના બધા મોડયુલ સંબંધીત વિભાગની વેબસાઈટ કે પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવાના રહેશે. સરકારી વેબસાઈટ પર લોકોને સાચી અને સંબંધીત માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હોવાની પંચે ટીપ્પણી કરી છે.