વાંકાનેરમાં કાર પર પેલેસ્ટાઈનના ઝંડા લગાવી દેખાવો, ત્રણ સામે ગુનો

મોરબી, કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં રોષની લાગણી ફેલાયેલી છે, ત્યારે વાંકાનેરમાં કેટલાક લોકો દ્વારા કાર પર પેલેસ્ટાઈનના ઝંડા લગાવી દેખાવો કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.મોરબીના વાંકાનેર શહેરમાં ગત ૨૬ એપ્રિલની રાત્રે જકાતનાકા તરફના રસ્તા પર ત્રણ કારચાલકોએ વિવાદાસ્પદ કૃત્ય કર્યું હતું.
આ ત્રણ કારમાંથી એક સ્વિફ્ટ કાર પર પેલેસ્ટાઈનનો રાષ્ટ્રધ્વજ અને અન્ય બે કાર પર લીલા રંગના ઝંડા લગાવેલા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં પોલીસને જાણ થઈ હતી. વિડિયોમાં સ્પષ્ટ દેખાતી કારોમાં મહિન્દ્રા થાર અને સ્વિફ્ટ સહિત એક નંબર પ્લેટ વગરની કારનો સમાવેશ થાય છે.
જમ્મુના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં આ પ્રકારની પ્રવૃત્તિને વાંકાનેર સિટી પોલીસે ગંભીરતાથી લીધી છે અને ત્રણેય કારચાલકો વિરુદ્ધ IPC કલમ ૨૮૧ અને ૧૨૫ હેઠળ ગુનો દાખલ કર્યાે છે. પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.SS1MS