ભારત-પાકિસ્તાનને સ્વીકાર્ય કોઇપણ પહેલને ટેકો: યુએન વડા

યુનાઇટેડ નેશન્સ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીને યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ જણાવ્યું હતું કે તેઓ તણાવ ઓછો કરવા અને વાતચીત ફરી શરૂ કરવા માટે બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવી કોઈપણ પહેલને સમર્થન આપવા તૈયાર છે.
યુએસ વડાના કાર્યાલયે એક નિવેદનમાં સોમવારે જણાવ્યું હતું કે મહાસચિવ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ અંગે ખૂબ જ ચિંતિત છે. તેઓ બંને સરકારોને મહત્તમ સંયમ રાખવા અને કોઈપણ પ્રકારની ઉગ્રતા ટાળવા ભારપૂર્વક અનુરોધ કરે છે. ગુટેરેસ તેમના દ્રઢ વિશ્વાસને દોહરાવે છે કે સૌથી પડકારજનક મુદ્દાઓનો પણ અર્થપૂર્ણ અને રચનાત્મક સંવાદ દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલી લાવી શકાય છે.
તેઓ બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવી કોઈપણ પહેલને સમર્થન આપવા તૈયાર છે, જે તણાવ ઓછો કરવા અને સંવાદ ફરી શરૂ કરવાને પ્રોત્સાહન આપે છે.ગુટેરેસે જણાવ્યું હતું કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર ખૂબ જ નજીકથી અને ખૂબ જ ચિંતા સાથે નજર રાખી રહ્યાં છે અને બંને સરકારોને મહત્તમ સંયમ રાખવા અને સ્થિતિ વધુ વણસે નહીં તેની ખાતરી કરવાનો અનુરોધ કરે છે.
નિવેદનમાં નોંધવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી નિરીક્ષક જૂથની જે વિસ્તારમાં હુમલો થયો હતો ત્યાં કોઈ હાજરી નથી અને નિયંત્રણ રેખા પર ૧૯૭૧ના યુદ્ધવિરામના કડક પાલનને લગતી ગતિવિધિ નિરીક્ષણ અને દેખરેખ રાખવાના તેના આદેશનો અમલ કરવાનું ચાલુ રાખે છે.
યુએનની સ્થાપના જાન્યુઆરી ૧૯૪૯માં થઈ હતી. જોકે ભારત માને છે કે યુએનમોગીપ તેની ઉપયોગીતા ખતમ કરી ચૂક્યું છે. સિમલા કરાર અને તેના પરિણામે નિયંત્રણ રેખાની સ્થાપના પછી તે અપ્રસ્તુત બન્યું છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક કાર્યક્રમમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં યુએનમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આતંકવાદી સંગઠનોને ટેકો આપવા અને ભંડોળ પૂરું પાડવાના પોતાના દેશના લાંબા ઇતિહાસની ખુલ્લી કબૂલાત કરી છે.
આ ખુલ્લી કબૂલાત પાકિસ્તાન એક ‘’બદમાશ દેશ’ હોવાનો પર્દાફાશ કરે છે. પાકિસ્તાન વિશ્વમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે અને અસ્થિરતા ઊભી કરે છે. પાકિસ્તાનના પ્રતિનિધિએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યાે ત્યારે યોજના પટેલે આ આકરો જવાબ આપ્યો હતો.SS1MS