Western Times News

Gujarati News

ટ્રમ્પ શાસનમાં યુએસનો જીડીપી ગ્રોથ ઘટીને ૦.૩%, મંદીના ભણકારા

વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછીના પ્રથમ ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં જીડીપી ગ્રોથ ઘટીને ૦.૩ ટકા થઈ ગયો હતો, જે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ૨.૪ ટકા હતો.

છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રથમવાર યુએસ જીડીપી ગ્રોથ ઘટ્યો છે. વળી, ટ્રમ્પે ટેરિફ જાહેર કર્યા તેને કારણે આગામી દિવસોમાં અમેરિકામાં મંદીની સંભાવના પણ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.

માર્ચ ક્વાર્ટરમાં અમેરિકાની આયાત નોંધપાત્ર વધી હતી કારણ કે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફનો અમલ થાય તે પહેલાં આયાતકારોએ મોટાપાયે ખરીદી કરવા માંડી હતી.

આયાતને કારણે જીડીપી ગ્રોથ પર ૦.૫૦ ટકા અસર થઈ હતી. કન્ઝ્યુમર સ્પેન્ડિંગ પણ નોંધપાત્ર ઘટ્યું હતું.દરમિયાન અમેરિકાની કંપનીઓએ આકરા ટેરિફને પગલે ચીનમાંથી આયાતના ઓર્ડર રદ કરવાનું શરૂ કરી દીધું છે.

ઘણી કંપનીઓએ વિસ્તરણ પણ અટકાવી દીધું છે. ટ્રમ્પે ચીન સિવાયના દેશો પર પણ ટેરિફ જાહેર કરીને ૯૦ દિવસ સુધી અમલ મોકૂફ રાખતા અનિશ્ચિતતા વધી ગઈ છે. ટેરિફને કારણે અમેરિકાનાં અર્થતંત્ર પર વ્યાપક અસર થશે તેવું અર્થશાસ્ત્રીઓ માને છે અને તેમણે મંદીની સંભાવના વધારી દીધી છે. અમેરિકાના સૌથી મોટા ટ્રેડ પાર્ટનર ચીન પર જ તેમણે ૧૪૫ ટકા ટેરિફ ઝીંક્યા છે.

ચીને પણ અમેરિકા પર વળતા ૧૨૫ ટકા ટેરિફ લાગુ કર્યા છે. ટેરિફને કારણે અમેરિકાના ગ્રોથ પર કેવી અસર થશે તેવા સવાલના જવાબમાં બોસ્ટન કોલેજના ઈકોનોમિસ્ટ બ્રાયન જેટલો ગ્રોથ છે તે બધો જ ધોવાઈ જશે.

લોસ એન્જેલસ પોર્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જિન સેરોકાએ ગત સપ્તાહે કહ્યું હતું કે બે સપ્તાહમાં જ ચીનમાંથી અમેરિકામાં આયાત થતી વસ્તુઓમાં ૩૫ ટકા જેવો ઘટાડો બે સપ્તાહમાં જ જોવા મળશે કારણ કે ચીનના અગ્રણી રિટેલર્સ અને મેન્યુફેક્ચરર્સ તરફથી અમેરિકા ખાતે તમામ શિપમેન્ટ અટકી ગયા છે. એશિયાના દેશોમાંથી થતી નિકાસ પણ નરમ પડી છે.

ચીનથી અમેરિકા ખાતે નિકાસ માટેના કન્ટેનરનું બુકિંગ ૬૦ ટકા ઘટી ગયું હોવાનું સેન ળાન્સિસ્કોની કાર્ગાે કંપનીએ કહ્યું છે. એપોલો ગ્લોબલ મેનેજમેન્ટના ચીફ ઈકોનોમિસ્ટ ટોર્સ્ટેન સ્લોકે કહ્યું છે કે જો ટ્રમ્પના ટેરિફ તેમના કહ્યા મુજબ યથાવત્ રહેશે તો અમેરિકામાં મંદીમાં સરકી જવાના ૯૦ ટકા ચાન્સ છે. આરએસએમ કન્સલ્ટન્સીના ઈકોનોમિસ્ટે ૧૨ મહિનામાં જ યુએસ મંદીમાં સરકી જવાના ૫૫ ટકા ચાન્સ હોવાનું કહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.