Western Times News

Gujarati News

યુએસમાં વાવાઝોડું, વીજળી ગુલ ૫ લાખ લોકો અંધારામાં રહ્યા

પિટ્‌સબર્ગ, અમેરિકાના મધ્ય-પશ્ચિમ ભાગમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. એક શક્તિશાળી વાવાઝોડાને કારણે ઝાડ અને વીજળીના તાર તૂટી પડતા પેન્સિલવેનિયા, ઓહિયો અને પડોશી રાજ્યોમાં ૫ લાખથી વધુ ગ્રાહકો અંધારામાં રહ્યા હતા. જ્યારે બે લોકો વીજળીનો કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા છે.

પેન્સિલવેનિયામાં ૪૪૦,૦૦૦થી વધુ ગ્રાહકો અને ઓહિયોમાં અન્ય ૫૦,૦૦૦ ગ્રાહકો અંધારામાં હતા. જ્યારે મિશિગન, ન્યૂયોર્ક અને વેસ્ટ વર્જિનિયા સહિતના પડોશી રાજ્યોમાં પણ હજારો લોકોએ પાવર કટનો સામનો કરવો પડ્યો હતો.

સ્ટેટ કોલેજ વિસ્તારમાં ભારે હવામાનને કારણે યુટિલિટી થાંભલા પાસે લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરતી વખતે ૨૨ વર્ષીય યુવક જ્યારે પિટ્‌સબર્ગમાં સાઉથ સાઇડ સ્લોપ્સ વિસ્તારમાં પણ એક વ્યક્તિને કરંટ લાગતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

એટલું જ નહીં, ઘણા વૃક્ષો અને યુટિલિટી લાઈનોને પણ નુકસાન થયું હતું.નેશનલ વેધર સર્વિસના પિટ્‌સબર્ગ ઓફિસે જણાવ્યું હતું કે સમગ્ર પ્રદેશમાં વિનાશક પવનથી નુકસાન જોવા મળ્યું હતું. ૧૪૫ કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે ફૂંકાયા હતા, જે આ પ્રદેશમાં સામાન્ય રીતે જોવા મળતા ઘણા ઈહ્લ૦ અને ઈહ્લ૧ ટોર્નેડો કરતા વધુ મજબૂત છે.

રાષ્ટ્રીય હવામાન સેવાએ ચેતવણી આપી હતી કે ભારેથી વધુ વરસાદને કારણે દક્ષિણ મેદાનોના ભાગોમાં પૂર આવી શકે છે, જેમાં રેડ રિવર વેલીથી પશ્ચિમ અરકાનસાસ સુધી સૌથી વધુ જોખમ છે. ઉત્તર મધ્ય ટેક્સાસથી સમગ્ર પ્રદેશ અને લ્યુઇસિયાનામાં ભારે વાવાઝોડા શક્ય છે, જેમાં કરા સાથે વરસાદ, પવન અને ટોર્નેડોનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.