ભારતમાંથી ૭૮૬ પાકિસ્તાનીઓને દેશનિકાલ, ૧૪૬૫ ભારતીય સ્વદેશ પરત

નવી દિલ્હી, પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આદેશ પછી છેલ્લા છ દિવસોમાં ૫૫ રાજદ્વારીઓ, તેમના આશ્રિતો અને સહાયક કર્મચારીઓની ઉપરાંત પાકિસ્તાની વીઝા ધરાવતા આઠ ભારતીય સહિત ૭૮૬ પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા સરહદ પાર કરીને ભારતમાંથી નીકળી ગયા છે, તેમ ભારતીય અધિકારીઓએ બુધવારે જણાવ્યું છે.
૨૪ એપ્રિલથી હમણાં સુધી ૨૫ રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત કુલ ૧૪૬૫ ભારતીય તથા ૧૫૧ ભારતીય નાગરિકો, જેમની પાસે ભારતીય વીઝા છે, જે પંજાબમાં સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાનમાંથી ભારત આવ્યા છે.
૨૨મી એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત થયા હતા, ત્યાર પછી ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ આપ્યો હતો. સાર્ક વીઝા ધરાવતા પાકિસ્તાનીઓને ભારત છોડવાની છેલ્લી તારીખ ૨૬મી એપ્રિલ હતી. જ્યારે મેડિકલ વીઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોને ૨૯મી એપ્રિલની મુદ્દત આપવામાં આવી હતી.
અન્ય ૧૨ શ્રેણીઓના વીઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોને ૨૭ એપ્રિલ સુધી ભારત છોડવા માટે નોટિસ અપાઈ હતી. આ વીઝા ઓન અરાઈવલ તથા વ્યવસાય, ફિલ્મ, પત્રકાર, ટ્રાન્ઝિટ, સંમેલન, પર્વતારોહણ, વિદ્યાર્થી, પ્રવાસી, સમૂહ, તીર્થયાત્રી અને સમૂહ તીર્થયાત્રીઓ માટે હતા.
નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં ત્રણ સંરક્ષણ-સૈન્ય, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને ૨૩મી એપ્રિલે અનિચ્છનીય વ્યક્તિ જાહેર કર્યા હતા અને તેમને ભારત છોડવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો.
આ સંરક્ષણ સલાહકારોને પાંચ સહાયક કર્મીઓને પણ ભારત છોડવા કહેવામાં આવ્યું છે. ભારતે પણ ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાંથી પોતાના સંરક્ષણ સાથે જોડાયેલા અધિકારીઓને પણ પરત બોલાવી લીધા છે. જોકે, લાંબાગાળાના, રાજદ્વારી કે સત્તાવાર વીઝા ધરાવનારાઓને ભારત છોડવાના આદેશમાં કેટલીક છૂટ અપાઈ છે.
ભારતીય અધિકારીઓના કહેવા મુજબ ૨૯મી એપ્રિલે અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગ પોઈન્ટથી ૧૦ રાજદ્વારી સહિત કુલ ૯૪ પાકિસ્તાની નાગરિકોએ ભારતમાંથી જતા રહ્યા હતા.આ સાથે, પછી છેલ્લા છ દિવસોમાં ૫૫ રાજદ્વારીઓ, તેમના આશ્રિતો અને સહાયક કર્મચારીઓની ઉપરાંત પાકિસ્તાની વીઝા ધરાવતા આઠ ભારતીય સહિત ૭૮૬ પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા સરહદ પાર કરીને ભારતમાંથી નીકળી ગયા છે.
ભારતીય અધિકારીઓના કહેવા મુજબ કેટલાક પાકિસ્તાની નાગરિકો એરપોર્ટથી ભારત બહાર ગયા હશે. જોકે, એ સીધા પાકિસ્તાનને બદલે કોઈ ત્રીજા દેશ માટે રવાના થયા હશે.SS1MS