CVM ના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલને “ગુજરાત ગૌરવ એવોર્ડ”થી સન્માનિત કરાયા

આણંદ: ૧ લી મે, ૨૦૨૫ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ચરોતર વિદ્યામંડળ (CVM)ના માનનીય ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલને “ગુજરાત ગૌરવ એવોર્ડ”થી નવાજવામાં આવ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી ભીખુભાઈ પટેલને તેમના શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કર્યા હતા.
આ અવસરે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે કુલ છ વ્યક્તિઓને ગુજરાત ગૌરવ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલના નેતૃત્વમાં ચરોતર વિદ્યામંડળે શિક્ષણ ક્ષેત્રે અનેક નવીન પ્રયોગો અને વિકાસાત્મક કામગીરી કરી છે, જેને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે.
આ સન્માન માટે સમગ્ર ચરોતર વિદ્યામંડળ પરિવાર અને વિદ્યાર્થીઓએ શ્રી ભીખુભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા છે. Gujarat Foundation Dayના આ વિશેષ અવસરે રાજ્યના વિકાસમાં તેમના યોગદાનને સરકાર દ્વારા માન્યતા મળતા આનંદની લાગણી વ્યાપી છે.