Western Times News

Gujarati News

NEET પર ‘ખોટી’ માહિતી ફેલાવતી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ ચેનલની ઓળખ કરવામાં આવી

 ઇન્સ્ટાગ્રામને કહ્યું કે, કે તે ઉમેદવારોમાં ખોટા સમાચાર અને બિનજરૂરી ગભરાટ ફેલાવવાથી બચવા માટે આ ચેનલોને તાત્કાલિક બંધ કરે

નવી દિલ્હી,
મેડિકલ પ્રવેશ માટે લેવાતી નીટ યુજીની પરીક્ષા ૪ મે ૨૦૨૫ના રોજ યોજાવાની છે. ગયા વર્ષની જેમ પેપર લીક જેવી ઘટના ન બને તે માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કમર કસી છે. પરીક્ષા પહેલા દ્ગ્‌છએ ખોટા દાવાઓ અને ખોટી માહિતી ફેલાવવામાં સામેલ ૧૦૬ ટેલિગ્રામ અને ૧૬ ઇન્સ્ટાગ્રામ ચેનલોની ઓળખ કરી છે. આ ઉપરાંત, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને ૧૨૦થી વધુ એકાઉન્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. આવી ખોટી અફવાઓની માહિતી મેળવવા માટે NTAના પોર્ટલે મેડિકલ પ્રવેશ પરીક્ષા પહેલા કથિત પેપર લીકના ૧,૫૦૦થી વધુ દાવાઓને ચિહ્નિત કર્યા છે.

પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે એક નિર્ણાયક પગલામાં એજન્સીએ પ્રશ્નપત્રની ઍક્સેસ હોવાનો દાવો કરતી કેટલીક બનાવટી ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ચેનલો પર કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસોને વધુ કાનૂની તપાસ માટે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (૧૪C)ને મોકલવામાં આવ્યા છે. NTAએ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને કહ્યું કે, કે તે ઉમેદવારોમાં ખોટા સમાચાર અને બિનજરૂરી ગભરાટ ફેલાવવાથી બચવા માટે આ ચેનલોને તાત્કાલિક બંધ કરે.

સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને આ ગ્›પ્સના એડમિનિસ્ટ્રેટર્સ અને ક્રિએટર્સની વિગતો કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે શેર કરવા જણાવ્યું હતું, જેથી ઝડપી તપાસ અને કાર્યવાહી કરી શકાય. શિક્ષણ મંત્રાલય (MEO) આગામી NEET-UG કોઈ ખામી ન રહે તે સુનિશ્ચિત કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો સાથે શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરી રહ્યું છે. ગયા વર્ષે કથિત રીતે પેપર લીક થતાં પરીક્ષાની પ્રામાણિકતા અંગે ચિંતા ઉભી થઈ હતીss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.