યુપીમાં ફોન પર તલાક આપી દેતાં મહિલાની આત્મહત્યા

કેસ નહિ નોંધવાની બેદરકારી કરનાર સબ-ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
મહિલાએ અગાઉ પતિ સહિત તેના સાસરિયા આ મહિલાની દહેજની માગણી સાથે સતત સતામણી કરતા હોવાની ફરિયાદ કરી હતી
ગોરખપુર,ઉત્તર પ્રદેશમાં એક પતિએ ફોન પર તલાક આપી દેતાં મુસ્લિમ મહિલાએ આપઘાત કરી લીધા હોવાની ચકચારી ઘટના બની છે. મહિલાએ અગાઉ પતિ સહિત તેના સાસરિયા આ મહિલાની દહેજની માગણી સાથે સતત સતામણી કરતા હોવાની ફરિયાદ કરી હતી. જોકે પોલીસે મહિલા ફરિયાદ નોંધી જ નહતી. તંત્રે આ મામલામાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે અને ખાતાકીય તપાસનો આદેશ અપાયો છે.
સાનિયા નામની મહિલાને મહારાષ્ટ્રમાં રહેતા તેના પતિએ ફોન પર તલાક આપી દેતાં તેણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સાનિયાના માતા આસિયાએ દહેજ સતામણીનો આરોપ સાથે એક કેસ ચૌરી ચૌરા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. જોકે સબ-ઇન્સ્પેક્ટરે તેની ફરિયાદ નોંધી નહતી. પોલીસે આ ઘટનામાં સાનિયાના પતિ સહિત આઠ લોકો સામે કેસ નોંધ્યો છે.
એફઆઇઆરમાં જણાવાયું છે કે સલાઉદ્દીને ફોન પર સાનિયાને તલાક આપ્યો હતો અને તેને અપશબ્દો પણ કહ્યા હતા. આનાથી લાગી
આવતાં સાનિયાએ અંતિમ પગલું ભર્યું હતું. બન્નેના લગ્ન બે વર્ષ અગાઉ જ થયા હતા. જોકે એ પછી સલાઉદ્દીનનો પરિવાર દહેજની માગણી સાથે સાનિયા અને તેના પરિવારની સતામણી કરતો હતો.ss1