વાવાઝોડાને કારણે કેરીના પાકને અસરઃ કેસર કેરી ખરી પડી

ડીસા, અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન પહોચાડ્યું છે.
પાલનપુરમાં પડેલા પવન સાથેના કમોસમી વરસાદથી ૫૦૦ કેસર કેરીના આંબાવાડીમાં રહેલા આંબાના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરીઓ પડી જતા આંબાની વાડી ઉધડ રાખનાર વ્યક્તિને મોટું નુકસાન પહોંચતા સરકાર પાસે સહાયની માંગ કરાઈ છે.
હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠાના થરાદ, ડીસા, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, વડગામ અને પાલનપુરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના બાજરી,જુવાર પાકોને નુકસાન પહોંચ્યું છે.
પાલનપુરમાં પડેલા ભારે પવન સાથેના વરસાદે આંબાવાડીમાં ઉભેલા ૫૦૦ કેસર કેરીના ઝાડ ઉપરથી કેરીઓ નીચે પાડી દેતા આંબાવાડી ઉધડ રાખનાર ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે.