Western Times News

Gujarati News

પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર પ્રતિબંધ-પહેલગામ હુમલા બાદ ભારતનો વધુ એક નિર્ણય

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, ભારત સરકારે હવે પાકિસ્તાન આવતી-જતી દરેક વસ્તુ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અર્થ એ થયો કે પાકિસ્તાનથી કોઈ પણ રીતે કંઈ આવશે નહીં અને ભારતમાંથી કંઈ પણ પાકિસ્તાન જશે નહીં.

વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે હવે પાકિસ્તાનથી આયાત-નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલા સીધો વેપાર બંધ હતો, પરંતુ હવે પરોક્ષ વેપાર પણ બંધ થઈ ગયો છે. આ પાકિસ્તાન માટે એક મોટો ફટકો છે. ભારતનું વાણિજ્ય મંત્રાલય એવા ઉત્પાદનોની યાદી તૈયાર કરી રહ્યું છે જે ભારતમાંથી આયાત કે નિકાસ કરવામાં આવશે નહીં.

પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે પાકિસ્તાનથી થતી આયાત પર પ્રતિબંધ મૂક્્યો છે. ભારત સરકારે પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી આવતા તમામ માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, પછી ભલે તે વસ્તુઓ મુક્તપણે આયાત કરી શકાય તેવી હોય કે ખાસ પરવાનગી સાથે આયાત કરવામાં આવી રહી હોય.

વાણિજ્ય મંત્રાલયના જાહેરનામા અનુસાર, ભારતે તાત્કાલિક અસરથી પાકિસ્તાનથી તમામ માલની સીધી કે પરોક્ષ આયાત પર પ્રતિબંધ મૂક્્યો છે. આ સંદર્ભમાં એક જોગવાઈ ફોરેન ટ્રેડ પોલિસી ૨૦૨૩ માં ઉમેરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી, પાકિસ્તાનથી આવતા કે નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે.

આ માહિતી ૨ મેના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનમાં આપવામાં આવી છે. એફટીપી જોગવાઈ જણાવે છે કે પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા નિકાસ કરાયેલા તમામ માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અથવા પરિવહન, ભલે તે મુક્તપણે આયાત કરવામાં આવે કે પરવાનગી આપવામાં આવે, આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધિત રહેશે. ભારત સરકારનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશ પાકિસ્તાને પડદા પાછળથી પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા.

પાકિસ્તાની કુર્તી, પેશાવરી ચંપલ અને સિંધવ મીઠું પાકિસ્તાનથી મોટી માત્રામાં ભારતમાં આવતું હતું. આ ઉપરાંત પાકિસ્તાન પહેલા ઘણો માલ ભારત મોકલતું હતું, પરંતુ હવે ભારત સરકારના કડક નિર્ણય પછી પાકિસ્તાની જહાજો ભારતીય બંદરો પર રોકાશે નહીં. ભારતમાં ઉપવાસ અને આયુર્વેદિક હેતુઓ માટે વપરાતું સિંધવ મીઠું વાસ્તવમાં પાકિસ્તાનમાં ખેવરાની ખાણોમાંથી આવે છે.

તેને હિમાલયન રોક સોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સૌથી પ્રખ્યાત પાકિસ્તાની ઉત્પાદનોમાંનું એક હતું જે ભારતમાં મોટી માત્રામાં આયાત કરવામાં આવતું હતું. પાકિસ્તાનના બલુચિસ્તાન અને પેશાવર પ્રદેશોમાંથી બદામ, અખરોટ, કિસમિસ અને અંજીર જેવા સૂકા ફળો ભારત મોકલવામાં આવતા હતા. ખાસ કરીને તહેવારો અને શિયાળાની ઋતુમાં તેમની માગ વધી જાય છે.

પેશાવરી ચપ્પલ, જે તેના ટકાઉપણું અને પરંપરાગત ડિઝાઇન માટે પ્રખ્યાત છે. તે ખાસ કરીને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં લોકપ્રિય હતું. તે ખાસ કરીને પુરુષોના પરંપરાગત પોશાકનો એક ભાગ બની ગયો હતો. લાહોરના પ્રખ્યાત ભરતકામ અને ડિઝાઇનવાળા કુર્તા, સલવાર-સુટ અને અન્ય વસ્ત્રો ભારતમાં લોકપ્રિય બની રહ્યા હતા. ઘણી ફેશન બ્રાન્ડ્‌સ આ કુર્તાઓને એક્સક્લુઝિવ ડિઝાઇન તરીકે પ્રમોટ કરતી હતી.

ભારત પાકિસ્તાનથી કપાસ, ઓર્ગેનિક રસાયણો ઉત્પાદનો અને ચશ્મામાં વપરાતા ઓÂપ્ટક્સની પણ આયાત કરે છે. આ ઉપરાંત, ભારત પાકિસ્તાનથી સ્ટીલ અને સિમેન્ટની પણ આયાત કરે છે. ભારત સરકારના આ નિર્ણય પછી આ તમામ ઉત્પાદનોની આયાત હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આનાથી પાકિસ્તાનના અર્થતંત્રને ફટકો પડશે જ, પરંતુ ભારતીય બજારમાં ચોક્કસ પ્રકારના ઉત્પાદનોની ઉપલબ્ધતા પર પણ અસર પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.