મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા

શપથગ્રહણ સમારંભમાં કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
ન્યાયાધીશ તરીકે નિમાયેલા શ્રી લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, શ્રી રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, શ્રી જયેશ લખનશીભાઈ ઓડેદરા, શ્રી પ્રણવ મહેશભાઈ રાવલ, શ્રી મૂળચંદ ત્યાગી, શ્રી દિપક મનસુખલાલ વ્યાસ અને શ્રી ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ શપથગ્રહણ કર્યા
ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ શ્રી લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, શ્રી રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, શ્રી જયેશ લખનશીભાઈ ઓડેદરા, શ્રી પ્રણવ મહેશભાઈ રાવલ, શ્રી મૂળચંદ ત્યાગી, શ્રી દિપક મનસુખલાલ વ્યાસ અને શ્રી ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો.
ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલે નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના જ્યુડિશિયલ ઓફિસર શ્રી લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, શ્રી રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, શ્રી જયેશ લખનશીભાઈ ઓડેદરા, શ્રી પ્રણવ મહેશભાઈ રાવલ, શ્રી મૂળચંદ ત્યાગી, શ્રી દિપક મનસુખલાલ વ્યાસ અને શ્રી ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈને ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.