પાકિસ્તાનનું ફંડિંગ રોકવાની નિર્મલા સીતારમણની માંગઃ ADB અધ્યક્ષ સાથે બેઠક

ભારતે સ્પષ્ટ કર્યું કે, આતંકવાદને રક્ષણ અને પ્રોત્સાહન આપનારાઓને નાણાકીય ભંડોળ આપવું જોઈએ નહીં
નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધમાં કેટલાક કડક નિર્ણય લીધા હતા. જ્યારે આજે સોમવારે (૫ મે, ૨૦૨૫) ભારતના નાણાંમંત્રી નિર્મલા સિતારામણે એશિયન ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ માસાતો કાંડા સાથે મુલાકાત કરીને પાકિસ્તાનને આર્થિક મદદ બંધ કરવાની માગ કરી છે.
Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman addressed the Governors’ Business Session at the 58th #ADBAnnualMeeting, in Milan.
આ સાથે નાણાંમંત્રીએ માસાતો સિવાય ઈટલીના નાણાંમંત્રી જિયાનકાર્લો જિયોજેર્ટ્ટી સાથે મુલાકાત કરીને પોતાની માગને જણાવી હતી. ભારતે સ્પષ્ટ કર્યું કે, આતંકવાદને રક્ષણ અને પ્રોત્સાહન આપનારાઓને નાણાકીય ભંડોળ આપવું જોઈએ નહીં.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અતિયંત ખરાબ છે. તેવામાં પાકિસ્તાનને દુનિયામાં અનેક બેંકો જેવી કે, એડીબી અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી અરબો ડોલરની મદદ કરવામાં આવી છે. આ સહાય વિકાસ, આબોહવા પરિવર્તન સામે લડવા, રસ્તા બનાવવા, વીજળી વગેરે ક્ષેત્રો માટે આપવામાં આવે છે.
ભારતનું કહેવું છે કે, પાકિસ્તાનને અલગ-અલગ બેંકમાંથી સહાય મળે છે, જેમાંથી મોટાભાગના રૂપિયા આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ભારતની માગ છે કે, તેને હ્લછ્હ્લની લિસ્ટમાં ફરીથી નાખી દેવામાં આવે. ભારતે પાકિસ્તાનને આઈએમએફ તરફથી મળવાના ૭ બિલિયન ડોલરના પેકેજ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોખમ લેવાના ભાવે અમે સારી રીતે જાણવી છીએ અને સેનાને પૂરી છૂટ આપવામાં આવી છે. વડાપ્રધાને છેલ્લા ૧૦ દિવસમાં ત્રણેય સેનાના પ્રમુખ સાથે અલગ-અલગ બેઠકો કરી છે. જેનાથી એક્શનના સંકેત મળી રહ્યા છે. સરહદ પર ફિરોઝપુરમાં બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ છે, ફાઈટર જેટ અને નૌસેનાની કવાયત ચાલી રહી છે અને ભારત રાજદ્વારી સ્તરે પણ સક્રિય છે.