ગરીબો માટે મનરેગામાં મહત્તમ ૧પ૦ દિવસ રોજગારી મળે એવી વ્યવસ્થા કરવી જરૂરી

પ્રતિકાત્મક
લાખો કામદારો અને મહીલાઓને રોજગાર મળ્યો, તો બીજી તરફ અન્ય રાજયોમાં સ્થાળાંતર બંધ થયું-ખરા અર્થમાં મનરેગા દેશના આર્થિક રીતે નબળા વર્ગો માટે આશાનું કિરણ બનીને ઉભરી આવ્યું છે
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા પ્રત્યે વર્તમાન કેન્દ્ર સરકારી તરફથી પ્રોત્સાહક પ્રતીસાદ હોવા છતાં બદલાતા સમયમાં ઉદ્ધવતા પડકારોમાં પણ તેની સુસંગતતા ઓછી થઈ નથી. કોરના કાળમાં આ યોજનાની ઉપયોગીતા સાબીત થઈ ેછે. એક તરફ દેશના ગ્રામીણ વિસ્તારોમાં લાખો કામદારો અને મહીલાઓને રોજગાર મળ્યો તો બીજી તરફ અન્ય રાજયોમાં સ્થળાંતરર બંધ થયું. ખરા અર્થમાં મનરેગા દેશના આર્થિક રીતે નબળા વર્ગો માટે આશાનું કિરરણ બનીને ઉભરી આવ્યું છે.
ખાસ કરીને અકુશળ મજુરોને તેમના ઘરની નજીક કામ મળી રહયું હોવાથી લાખો ઘરોના ચુલા બળતા રહરે છે. ઘણા સમયથી આ યોજના માટે ભંડોળ ફાળવવા અને કામકાજના દિવસો અને વેતનમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેના પર સંસદની સ્થાયી સમીતીએ પોતાની મહોર લગાવી દીધી છે.
હકીકતમાં તાજેતરમાં પૂર્ણ થયેલા બજેટ સત્રના છેલ્લા અઠવાડીયામાં સંસદીય સમીતીએ મંદીના ભય અને ગ્લોબલ વોમીગની અસરોને ધ્યાનમાં રાખીને કામકાજના વોમીગની અસરોને ધ્યાનમાં રાખીને કામકાજના દિવસોની સંખ્યા વધારીને ૧પ૦ અને વેતન વધારીને રૂ.૪૦૦ પ્રતી દીવસની ભલામણ કરી છે.
નિઃશંકપણે આ ફેરફારો વધતી જતી ફુગાવા અને અદ્રશ્ય બેરોજગારીને દુર કરવામાં ફાયદાકારક સાબીત થઈ શકે છે. વર્તમાન સમયમાં ઓછા વેતન પર જીવન જીવવું વધુને વધુ મુશ્કેલ બની રહયું છે. જો આ ફેરફારો લાગુ કરવામાં આવે તો યોજના અર્થપુર્ણ પરીણામો આપશે. તેને નકકર આકાર આપવા માટે મનરેગા માટે ફાળવવામાં આવતા ભંડોળમાં વધારો કરવો જરૂરી છે.
મનરેગા અંગે ઘણી વિસંગતતાઓ પ્રકાશમાં આવી છે. તેમાં કોઈ શંકા નથી. ભ્રષ્ટાચાર અને નકલી પ્રમાણપત્રો દ્વારા મેળવેલા લાભોના કિસ્સાઓ છે. આધારકાર્ડ દ્વારા ઓનલાઈન ચુકવણી કર્યા પછી લાખો કામદારોના કાર્ડ નકલી હોવાનું તંત્રને જાણવા મળ્યું. અને તેને રોકવાના પગલા લેવાઈ રહયાં છે.
નિઃશંકપણે યોજનાના અમલીકરણમાં પારદર્શીતા જરૂરી છે. પરંતુ એ સ્વીકારવું જ જોઈએ તે ગ્રામીણ વિસ્તારોમાં ઓછા શિક્ષીત લોકો અને ઓનલાઈન સેવાઓને ઉપયોગ કરવામાં તેમની અસમર્થતાને કારણે ઘણી વિસંગતતાઓ ઉભી થઈ શકે છે.
કેટલાક કોન્ટ્રાકટરોની મનસ્વીતા અને નાણાકીય અનિયમીતતાઓ પણ આમાં ભુમીકા ભજવી શકે છે. હકીકતમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલયની સ્થાયી સમીતીએ યોજનાનું મુલ્યાંકન કર્યું હતું. અને ઘણા રચનાત્મક સુચનો આપ્યા હતા. જેમાં રાજયોમાં વેતનમાં એકરૂપતા લાવવા અને કામકાજના દીવસોમાં વધારો કરવાના સુચનો પણ સામેલ હતા.
જેના પર સંસદની સ્થાયી સમીતીએ હવે પોતાની મહોર લગાવી દીધી છે. આ ઉપરાંત નીતીગત સુધારા માટે પારદૃશ્ક સર્વેક્ષણની પણ વાત કરવામાં આવી છે. નિઃશંકપણે આવા પ્રયાસો યોજનામાં કામદારોની ભાગીદારી વધારાશે.
મનરેગા દ્વારા ઉત્પાદક કાર્યને પ્રોત્સાહન આપવું પણ મહત્વપુર્ણ છે. જેના કારણે દેશની કાર્યકારી વસ્તી વધશે. કદાચ પછી દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ વિતરણ કરવાની જરૂર નહી પડે. પરંતુ એઅ પણ મહત્વપુર્ણ છે. કે તાજેતરના ભૂતકાળમાં મનરેગા બજેટ ફાળવણીમાં જોવા મળેલી સ્થિરતાને પણ દુર કરવી જોઈએ. જેને લઈને વિપક્ષ કોગ્રેસ શાસક પક્ષ પર પ્રહારો કરી રહી છે.
કોંગ્રેસ પોતાના કાર્યકાળ દરમ્યાન રજુ કરાયેલી આ યોજનાને આર્થિક રીતે નબળા વર્ગ માટે સુરક્ષા કવચ તરીકે વર્ણવી રહી છ. અને તેના કારણે કેટલાય પરીવારો ટકી શકયા છે.
સરકારે મનરેખા યોજનામાં જયારે તેમનું રોજનું મહેનતાણું વધ્યું છે. ત્યારે બજેટમાં વધારો કરીને વર્ષમાં ૧૦૦ કે ૧પ૦ દિવસને બદલે ર૦૦ દીવસ સુધી મનરેગામાં રોજગારી મળે એવી વ્યવસ્થા કરવી જરૂરી છે. મનરેગા યોજનાએ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક રોજગાર યોજના છે. જે ગ્રામીણ ક્ષેત્રોમાં રહરેતા નાગરીકોને રોજગાર પુરી પાડે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા નાગરીકોને રોજગાર મળવાથી તેમનો આર્થિક સ્થિતીમાં સુધારો લાવવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે.