ભરૂચ જિલ્લામાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૩૩ અને વિજ્ઞાન પ્રવાહનું ૭૯.૫૫ ટકા પરિણામ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૩૩ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૭૯.૬૬ ટકા પરિણામ જાહેર થયું છે.પરિણામ જાહેર થતા જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો.તો સારા પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ આગળ અભ્યાસમાં જોડાઈ ડિગ્રી મેળવનાર છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ભરૂચ જીલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે.ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો ૧૧ કેન્દ્રો પરથી ૬૮૩૯ છાત્રોએ આપેલી પરીક્ષામાં ૬૩૮૩ પાસ અને ૫૦૮ નાપાસ થતા ટકાવારી ૯૩.૩૩ રહી છે.
એ-૧ ગ્રેડમાં પણ ૫૯ વિધાર્થીઓનો વિક્રમ તો એ-૨ ગ્રેડ ૪૭૮ છાત્રોએ હાંસલ કર્યો છે.કેન્દ્રવાર જોઈએ તો ૧૧ કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ ૯૯.૫૪ ટકા સૌથી ઓછું વાલિયા ૮૮.૮૯ ટકા રહ્યું છે.અન્ય કેન્દ્રમાં અંકલેશ્વર ૯૪.૮૫, ભરૂચ ૯૧.૭૦,ઝાડેશ્વર ૯૦.૧૦, જંબુસર ૮૯.૨૯,હાંસોટ ૯૪.૦૨, થવા ૯૮.૬૭ આમોદ ૯૨.૮૬,ઝઘડિયા ૯૫.૮૧ અને દહેજ ૯૮.૬૮ ટકા પરિણામ નોંધાયું છે.
ગત વર્ષ કરતા સામાન્ય પ્રવાહનું પરિણામ ૧.૨૨ ટકા વધુ આવ્યું છે.ભરૂચ જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ ૭૯.૬૫ ટકા વિક્રમજનક ઊંચું આવ્યું છે.ગત વર્ષે ૮૯.૦૯ ટકા રિઝલ્ટ સામે આ વખતે જોકે ૦.૪૩ ટકાનો ઘટાડો થયો છે.ભરૂચ જીલ્લા ધોરણ ૧૨ સાયન્સના રિઝલ્ટમાં કુલ ૨૬૬૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જે પૈકી ૨૧૧૯ પાસ અને ૫૪૫ નાપાસ થયા છે.એ-૧ ગ્રેડમાં આ વખતે ૧૧, એ-૨ માં ૧૬૯ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.ચાર કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ ઝાડેશ્વર કેન્દ્રનું ૮૪.૪૪ ટકા, ભરૂચનું ૮૩.૪૫, અંકલેશ્વરનું ૭૬.૦૩ અને સૌથી ઓછું જંબુસરનું ૭૫.૩૩ ટકા પરિણામ જાહેર થયું છે.
એમિટી સ્કૂલના ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થી પૃથ્વી પટેલ સારા પરિણામે પાસ થવા માટે દિવસમાં ચાર થી પાંચ કલાકની મહેનત કરતો હતો થતા.પાસ થવા પાછળ માતા પિતા સહિત શાળાના ટીચરોનો આભાર માણ્યો હતો અને આગળ એન્જિનિયરનો અભ્યાસ કરી મેનેજમેન્ટ માં આગળ વધવાનું જણાવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે શુભકામના પાઠવી હતી.