Western Times News

Gujarati News

સુરતના ડેરી પ્રોડકટ્‌સ, કેળા, કેરી, હર્બલ, આદુ જેવા શાકભાજીની ઈરાનમાં નિકાસ થશે

પ્રતિકાત્મક

એસજીસીસીઆઈના પ્રતિનિધિ મંડળે ઈરાન એક્ષ્પો ર૦રપમાં વ્યાપારની તૈયારી દર્શાવી

સુરત, સુરતના ડેરી પ્રોડકટ્‌સ, કેળા, કેરી, આદુ જેવા શાકભાજી અને ફળો નજીકના દિવસોમાં ઈરાનમાં એક્ષપોર્ટ થશે. સામે ઈરાનથી કિવી, સફરજન જેવા ફળોને ભારતમાં મોકલી શકાય તે રીતે પારસ્પરિક વ્યાપાર માટેનો તખ્તો ગોઠવાયો છે.

ધી સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એસજીસીસીઆઈ ગ્લોબલ કનેકટના સીઈઓ પરેશ ભટ્ટ સહિતના ર૦થી વધુ સભ્યોના પ્રતિનિધિમંડળે તહેરાન ખાતે આયોજિત ઈરાન એક્ષ્પો ર૦રપની મુલાકાત લીધી હતી સાથે જ ઈરાન ખાતેના ભારતીય રાજદૂત સાથે પણ મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન એસજીસીસીઆઈના પ્રતિનિધિ મંડળે વિવિધ ફૂડ એગ્રીકલ્ચર, માઈનિંગ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને હેન્ડક્રાફટ વિભાગની મુલાકાત લઈને તે પ્રોડકટ વિશે જાણકારી મેળવી હતી. ઈરાનના ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરી ઈરાનમાં એક્ષપોર્ટની તકો વિશે ચર્ચા કરી હતી. ભારતથી સુરતના ડેરી પ્રોડકટ્‌સ, કેળા, કેરી, હર્બલ, આદુ જેવા શાકભાજી અને ફળોને ભારતથી ઈરાન તથા ઈરાનથી કિવી, સફરજન જેવા ફળોને ભારતમાં મોકલી શકાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે એવું પ્રાથમિક રીતે નક્કી થયું હતું.

આ મુલાકાતમાં સુરતના ચોર્યાંસી વિસ્તારના ધારાસભ્ય અને સુરત એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઈ, જિગર દેસાઈ (આજાજી ફાર્મ) સુરત એપીએમસીનું પ્રતિનિધિ મંડળ અને સુમુલ ડેરીના જયેશ પટેલ (દેલાડ) અને સુમુલ ડેરીનું પ્રતિનિધિ મંડળ પણ જોડાયું હતું.

તેહરાન ખાતેના ભારતીય રાજદૂત રૂદ્રા ગૌરવ શ્રેષ્ઠ અને તેમની ટીમ સાથે મુલકાત પણ કરી હતી. ઈરાન-ભારત વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત કેવી રીતે કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી. ભારતીય રાજદૂતે ઈરાન સાથેના ગુજરાતના બિજનેસમાં વૃદ્ધિ થાય તે માટેના પ્રયાસો કરવા માટે બાંહેધરી આપી હતી.

આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા દ્વારા આગામી સમયમાં ચેમ્બર દ્વારા આયોજિત થનાર એÂક્ઝબિશનની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. ભારતીય રાજદૂત રૂદ્રા ગૌરવ શ્રેષ્ઠ અને તેમની ટીમની સાથે ઈરાનના ઉદ્યોગ સાહસિકોએ સુરતમાં આ એÂક્ઝબિશનમાં સામેલ થવાની તૈયારી પણ દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.