કેન્દ્રના જવાબી પગલાને કોંગ્રેસ સમર્થન આપશેઃ પ્રિયંકા ગાંધી

વાયનાડ, પહેલગામ આતંકી હુમલા પછી કેન્દ્ર સરકાર પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે કહ્યું કે તેમની પાર્ટી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કેન્દ્ર સરકારની કોઈ પણ કાર્યવાહીને સંપૂર્ણ સમર્થન આપશે.
વાયનાડની પોતાની બે દિવસની યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસ વર્કિંગ કમિટી(સીડબ્લ્યૂસી)એ પહેલા પણ આ વલણની પુષ્ટિ કરીને એક પ્રસ્તાવ પસાર કર્યાે હતો. મને આશા છે કે હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ઝડપથી કાર્યવાહી કરશે.
એક પ્રશ્નના જવાબમાં સાંસદ પ્રિયંકા ગાંધીએ ઉમેર્યું કે, કોંગ્રેસ પાર્ટી…સીડબ્લ્યૂસીની બેઠક યોજાઈ અને અમે એક પ્રસ્તાવ પસાર કર્યાે. પ્રસ્તાવમાં અમે કહ્યું છે કે સરકાર જે કોઈ કાર્યવાહી કરવાનો નિર્ણય કરશે, તેની સાથે અમે સંપૂર્ણ ઊભા રહીશું. અને અમને આશા છે કે એ જલદીમાં જલદી કાર્યવાહી કરે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે અગાઉ પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્રને વિનંતી કરી કે આતંકવાદને નિરંતર ભારતમાં મોકલવા માટે પાકિસ્તાનને આકરા દંડ આપવા માટે દૃઢતાથી કામ કરવું જોઈએ. પહેલગામ હુમલામાં ૨૬ નિર્દાેષોના મોત થયા હતા.SS1MS