Western Times News

Gujarati News

RTE હેઠળ ધોરણ-૧માં ફળવાયેલા પ્રવેશ અંતર્ગત આવકના દાખલાઓ શંકાસ્પદ જણાતા કાયદેસરની કાર્યવાહી કરાઇ

આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં જિલ્લાકક્ષાએથી અરજદારોના આવકના દાખલાઓની ચકાસણી કરાશે

રાઈટ ટુ એજ્યુકેશન- RTE હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ-૧માં ૨૫ ટકા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી ઓનલાઈન વેબપોર્ટલના માધ્યમથી હાલમાં ચાલી રહી છેજે અંતર્ગત તા. ૨૮ એપ્રિલ૨૦૨૫નાં રોજ ઓનલાઈન પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો.

નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા સાચાજરૂરિયાતમંદનબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશનો લાભ મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છેજે અંતર્ગત આ કચેરી દ્વારા પ્રથમ રાઉન્ડમાં ફાળવણી થયેલા વિદ્યાર્થીઓ પૈકી નર્મદા જિલ્લાની ધ્યાન પર આવેલી ઓછી આવક દર્શાવેલી અરજીઓમાં સબંધિત અરજદારો દ્વારા અપલોડ કરવામાં આવેલા આવકના દાખલાઓ શંકાસ્પદ જણાતા આવા આવકનાં દાખલાઓ તલાટીશ્રીને ખરાઈ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં આ દાખલાઓ ખોટા સહી-સિક્કાવાળા જણાતા સબંધિત કસુરવારો સામે નર્મદા જિલ્લાના તલાટીશ્રીઓ દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં ૫૦ હજાર કે તેથી ઓછી આવકના દાખલા રજૂ કરી RTE હેઠળ પ્રવેશ મેળવેલ અરજદારોના આવકના દાખલાઓની જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા દાખલો ઈસ્યુ કરનાર કચેરી ખાતેથી ખરાઈ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે. જો ખરાઈ બાદ આવકના ખોટા દાખલાઓ ધ્યાન પર આવશે તો જિલ્લાકક્ષાએથી આવા બાળકોના RTE હેઠળના પ્રવેશ નિયામાનુસાર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશેતેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.