Western Times News

Gujarati News

યુએસમાં વિઝામાં કડકાઈના કારણે વિદેશી વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશન અંગે દ્વિધામાં

વોશિંગ્ટન, અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ગરમીની રજાઓ હવે નિરાંત નહીં, પરંતુ ચિંતાનો વિષય બની ચૂકી છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોમાં પીએચડી કરી રહેલા એક વિદ્યાર્થીએ હવાઈ યાત્રાની યોજના બનાવી હતી, પરંતુ તાજેતરમાં વિઝા ટર્મિનેશન અને કાયદાની સ્થિતિની સમાપ્તિના અહેવાલનો પગલે તેણે યાત્રા રદ કરવી પડી છે.

નામ નહીં કહેવાની શરતે આ વિદ્યાર્થીએ જણાવ્યું કે, ‘હું સરકારનો જેટલો ઓછો સંપર્ક કરું એટલું જ મારા માટે સારું છે.’આ ભાવના હવે અમેરિકાભરના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. પછી એ પોતાના દેશમાં પરત જવા ઈચ્છતા હોય કે રિસર્ચ માટે વિદેશ જવા ઈચ્છતા હોય કે રજા મનાવવા જવા ઈચ્છતા હોય.

તાજેતરમાં ટ્રમ્પ સરકારની આકરી નીતિઓના કારણે કેટલાય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કાયદાકીય સ્થિતિ અચાનક સમાપ્ત કરવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેએ પોતાના વિદ્યાર્થીઓને ચેતવણી આપીને કહ્યું કે આંતરરાષ્ટ્રીય યાત્રા સખત તપાસ અને પ્રવર્તનને કારણે જોખમી બની શકે છે.

એક રિપોર્ટ મુજબ, માર્ચના અંતથી હમણાં સુધી અમેરિકામાં ૧૮૭ યુનિવર્સિટીઓ અને કોલેજોના ૧૨૨૦થી વધુ વિદ્યાર્થીઓના વીઝાની મુદ્દત સમાપ્ત કરી દેવામાં આવી છે. પરંતુ ૧૦મી એપ્રિલે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ દ્વારા કોંગ્રેસને આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે આ સંખ્યા ૪૭૩૬ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ છે.

કેટલાક વિદ્યાર્થીઓને અચાનક ડિપોર્ટેશનનો ભય સતાવી રહ્યો છે, જેના કારણે એ દેશ છોડી ચુક્યા છે કે છુપાવવા માટે મજબૂર છે. કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમના રેકોર્ડમાં બસ નાની-મોટી ભૂલ હતી કે પછી તેમને ખબર જ નથી કે તેમના વીઝા કેમ રદ કરવામાં આવ્યા છે.

જોકે, કેટલાક મામલાઓમાં કોર્ટના હસ્તક્ષેપ પછી સરકારે નિર્ણય ફેરવી તોળ્યો છે, પરંતુ સાથે જ એવી કેટલીક નવી ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓની સ્થિતિ ભવિષ્યમાં વધુ સરળતાથી સમાપ્ત કરવામાં આવી શકે છે.

જો હવે કોઈ વિદ્યાર્થીના વીઝા રદ થઈ ગયા છે, તો એ અમેરિકામાં રહી તો શકે છે, પરંતુ ફરી વાર પ્રવેશ કરી શકશે નહીં. મિશિગન કોલેજના એક કર્મચારીના કહેવા મુજબ હવે વિદ્યાર્થીઓ સતત પૂછપરછ કરી રહ્યા છે કે શું તેમને ઉનાળાની ગરમીમાં યાત્રા કરવી જોઈએ કે નહીં. પરંતુ કોલેજ વહીવટીતંત્ર માટે આ જવાબ આપવો મુશ્કેલ થઈ ગયો છે. ટૂંક, આ રીતે મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભયના માહાલોમાં જીવ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.