ગુજરાતમાં મોકડ્રીલ બાદ બ્લેકઆઉટ- રાજ્યભરમાં છવાયું અંધારપટ

અમદાવાદ, પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ રાજ્યોને ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે. આજે (૭ મે, ૨૦૨૫) સાંજે ૪ વાગે અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સાઇરન વગાડી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ શરૂ કરાઇ હતી અને ત્યારબાદ ઝોન વાઇઝ બ્લેક આઉટ યોજાયો હતો.
અમદાવાદ શહેરમાં રાતના ૮ઃ૩૦ના ટકોરે લોકોએ પોતાના ઘર અને ઓફિસને લાઈટો બંધ કરી હતી. આ ઉપરાંત આજે સાંજના સમયે શહેરના માર્ગો ઉપર વાહન વ્યવહાર પણ ખૂબ સામાન્ય જોવા મળ્યા હતા. વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટો પણ બંધ રાખવામાં આવી. આમ અમદાવાદ શહેરની જનતાએ પણ બ્લેક આઉટમાં ભાગ લીધો હતો.
પૂર્વ ગુજરાતના સાત જિલ્લા ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં ૭.૩૦ થી ૮ઃ૦૦ વાગ્યા સુધી બ્લેકઆઉટ કર્યો હતો. પશ્ચિમ ગુજરાતના ૫ જિલ્લા જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં ૮ઃ૦૦ થી ૮.૩૦ સુધી બ્લેક આઉટ યોજ્યો હતો. મધ્ય ગુજરાતના ૬ જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં ૮.૩૦થી ૯ઃ૦૦ વાગ્યા સુધી બ્લેક આઉટ કરવામાં આવ્યો હતો.
બ્લેકઆઉટ દરમિયાન જામનગર જિલ્લાના નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
મોકડ્રિલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર#Blackout #jamnagar@CollectorJamngr @SP_Jamnagar pic.twitter.com/cTE9mPYfKu— Info Jamnagar GoG (@infojamnagargog) May 7, 2025
મોક ડ્રીલ વખતે રાખવામાં આવતી તકેદારીની માહિતી આપવાની સાથે ગૃહરાજ્યમંત્રીએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, ‘આ મોક ડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે, તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.’ ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાઇરનને સમજવા જોઈએ.
જેમાં (૧) ર્વોનિંગ સિગ્નલઃ સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતી લાંબી સાઇરન વાગશે. (૨) ઓલ ક્લીયર સિગ્નલઃ ટૂંકી અને સ્થિર સાઇરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે. કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
દરમિયાન રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. આ મહત્વનો નિર્ણય ડ્ઢય્ઁ ઓફિસ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે ડ્ઢય્ઁ ઓફિસ દ્વારા આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે.
આ સાથે જ રજા પર ગયેલા પોલીસ કર્મીઓને પણ તાત્કાલિક હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિને લઈને ડ્ઢય્ઁ ઓફિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. આતંકી હુમલાની દહેશતના પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઝેડ પ્લસ સુરક્ષા સોમનાથ મંદિર વ્યવસ્થા ધરાવે છે.