૨૬/૧૧ ના આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી તે સ્થળ એરફોર્સે તોડી પાડ્યું

પ્રતિકાત્મક
આ હુમલા બાદ હવે આ સ્થળો ફક્ત નકશામાં જ બચ્યા-એરફોર્સે લશ્કર-એ-તૈયબાના ગઢને કર્યું ધ્વસ્ત
નવી દિલ્હી, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ભારતે મધ્યરાત્રિએ પાકિસ્તાનની સરહદમાં ૧૦૦ કિલોમીટર અંદર પ્રવેશ કરીને પાકિસ્તાન અને ઁર્દ્ભમાં ૯ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. Airforce destroyed training camps of 26/11 attack training centre as well.
રાફેલ વિમાનો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં, જૈશ-એ-મોહમ્મદના જેશ-સુભાનલ્લાહ ઠેકાણા અને લશ્કરના મરકઝ-એ-તૈયબા છાવણીને નિશાન બનાવવામાં આવી હતી. જો સૂત્રોનું માનીએ તો, આ તે જગ્યા છે જ્યાં ૨૬/૧૧ ના આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી. હવે આ સ્થળો ફક્ત નકશામાં જ બચ્યા છે.
ભારતીય સૈનિકોએ પાકિસ્તાનમાં ૪ સ્થળો અને પીઓકેમાં ૫ સ્થળો પર હવાઈ હુમલા કર્યા. મુરિદકે અને સિયાલકોટમાં આતંકવાદી તાલીમ શિબિરોનો પણ નાશ કરવામાં આવ્યો છે.
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ૧૦૦ કિલોમીટર સુધી ઘૂસીને લશ્કર-એ-તૈયબાના સૌથી મોટા મુખ્યાલય મરકઝ-એ-તૈયબાને નિશાન બનાવ્યું. આ એ જ મુખ્યાલય છે જ્યાં ૨૦૦૮ના મુંબઈ હુમલા (૨૬/૧૧)ના આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી.
ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ Âટ્વટ કરીને જાણકારી આપતા કહ્યું છે કે, ન્યાય થયો, જય હિન્દ.
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો જડબાતોડ જવાબ આપી રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.