પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ શું કહ્યુ?

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે જ્યાં સુધી ભારત કોઈ અન્ય કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી તેઓ કંઈ કરશે નહીં
ઈસ્લામાબાદ, ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્ય કાર્યવાહીમાં, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય સહિત નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય દળોના આ હુમલામાં ૯૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. પરમાણુ હુમલા અને જોરદાર બદલો લેવાની ધમકી આપતું પાકિસ્તાન હવે પાછળ હટી ગયું છે.
ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલાને બંને દેશો વચ્ચે યુદ્ધની શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું હતું. યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે, અમે અમારી રક્ષા કરીશું. પાકિસ્તાની પ્રદેશ પર ભારતના હુમલા બાદ, એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને કહ્યું કે,
ઉલ્લેખનીય છે કે, ભારતની સૈન્ય કાર્યવાહી બાદ ખ્વાજા આસિફે કહ્યું હતું કે, રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતે તેના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાની વિસ્તારોમાં આ હુમલાઓ કર્યા હતા. ખ્વાજા આસિફે એમ પણ કહ્યું હતું કે, અમે આનો યોગ્ય જવાબ આપીશું. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો યોગ્ય જવાબ આપવાનો ઘમંડ થોડા કલાકોમાં જ ગાયબ થઈ ગયો હતો. હવે તેમણે કહેવાનું શરૂ કરી દીધું છે કે, જ્યાં સુધી ભારત કોઈ અન્ય કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી તેઓ કંઈ કરશે નહીં.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બે ડગલાં આગળ વધીને કહ્યું કે, પાકિસ્તાનને ભારત દ્વારા લાદવામાં આવેલા યુદ્ધનો કડક જવાબ આપવાનો અધિકાર છે. પાકિસ્તાની સેનાએ પણ એક નિવેદનમાં કહ્યું છે કે, તે ભારતની કાર્યવાહીનો જવાબ આપશે.
પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતીય હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે, બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉશ્કેરણીનો જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન પોતાની પસંદગીના સમયે અને સ્થળે આનો જવાબ આપશે.
ગઈકાલે મોડી રાત્રે ૧.૩૦થી ૧.૪૫ વાગ્યે ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાન અને ઁર્ંદ્ભ માં થયેલા હવાઈ હુમલામાં ૯૦ જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે. આ હુમલા પર તુરંત પ્રતિક્રિયા આપતાં ખ્વાજા આસિફે નિવેદન આપ્યું હતું કે, રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાનના વિસ્તારોમાં આ હુમલો પોતાના હવાઈ ક્ષેત્રમાંથી કર્યો હતો. જેનો અમે આકરો જવાબ આપીશું. જો કે, આસિફ આકરો જવાબ આપવાની ધમકી બાદ ઘૂંટણિયે થયા હતાં. અને પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ હુમલા પર પ્રતિક્રિયા આપતાં અગાઉ કહ્યું હતું કે, ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધનો આક્રમક જવાબ આપવાનો અધિકાર પાકિસ્તાન પાસે છે. પાકિસ્તાનની સેનાએ પણ ભારતની કાર્યવાહીનો જવાબ આપવાની જાહેરાત કરી હતી. જો કે, હવે તેમના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પોતાના હથિયારો નાખી દીધા છે, અને કોઈ કાર્યવાહી ન કરવાની જાહેરાત કરી છે.