ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રિલ યોજાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રિલ યોજાઈ હતી.જેમાં જીએનએફસી,ઓએનજીસી અને દહેજ ખાતે યોજાઈ હતી.
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લઈને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાઈ હતી.ત્યારે ભરૂચ જીલ્લામાં પણ જીએનએફસી, અંકલેશ્વર ઓએનજીસી અને દહેજ બિરલા કોપર કંપની ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.જેનું કલેક્ટર ગૌરાંગ મકવાણા અને આરડીસી એન આર ધાંધલ,ડીડીઓ યોગેશ કાપશ અને જીલ્લા પોલીસવડા મયુર ચાવડાએ ડિઝાસ્ટર વિભાગના કંટ્રોલ રૂમ ખાતેથી તમામ માહિતીનો ત્યાગ મેળવ્યો આવ્યો હતો.
યોજાયેલ મોકડ્રીલમાં હવાઈ હુમલાની સાયરન વાગે ત્યારે શું કરવું,તેનાથી બચવા કેવા પગલા લેવા જોઈએ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.નાગરિકો અને વિદ્યાર્થીઓને દુશ્મનના હુમલાઓ દરમ્યાન આત્મસુરક્ષાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.બ્લેક આઉટ માટે લોકોને જણાવ્યું હતું કે રાત્રીના સમયે એર સ્ટ્રાઈક થાય તો લોકોએ લાઈટ બંધ કરી દેવી જોઈએ જેથી દુશ્મનના વિમાનના પાયલટને નીચે શું છે તે ખબર ન પડે.
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે જીલ્લામાં પાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.૪ વાગ્યે સાયરન વાગતા લોકો સલામત સ્થળે ખસી ગયા હતા.એર સ્ટ્રાઈક થાય,બ્લાસ્ટ થયા તેવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન,હોસ્પિટલિટ લઈ જવા સહિતના આયોજન કરવામાં આવ્યા હતા.
બ્લેક આઉટને લઈને વધુમાં જણાવ્યું હતું કે નાગરિકે પોતાની ફરજ સમજી સાયરન વાગે ત્યારે લાઈટ સહિત ઘરની બારીના પડદા બંધ કરી દેવા જોઈએ અને સાયરન દરમ્યાન જો વાહન ચાલકો માર્ગ ઉપર હોય તો કોઈને અડચણરૂપ ન થાય તે પ્રમાણે વાહન સાઈડ પર કરી બંધ કરી દેવા જોઈએ.
મોકડ્રિલ અને બ્લેક આઉટને લઈને માહિતી આપતા જીલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની તમામ ગાઈડ લાઈન અનુસાર મોકડ્રિલ યોજવામાં આવી હતી.તંત્રના જે પણ સાયરન હતા તે ઉપરાંત ગામડાઓમાં ધાર્મિક સ્થળાઓએ લાઉડ સ્પીકર દ્વારા અને કંપનીઓ દ્વારા પણ વગાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત મોકડ્રિલ અને બ્લેક આઉટ દરમ્યાન ખોટા મેસેજ ન ફરે તે માટે ભરૂચ સાયબર ક્રાઈમ દ્વારા સતત સોશ્યલ મીડિયા ઉપર નજર રાખી રહ્યું છે અને કોઈ આવું કૃત્ય કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.