Western Times News

Gujarati News

પાકિસ્તાને ભારતના 12 શહેરો પર મોડીરાત્રે હુમલાઃ S-400 સિસ્ટમે વળતો જવાબ આપ્યો

File Photo

પાકિસ્તાને ગુજરાતના ભુજમાં હુમલાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ભારતની S-400 સિસ્ટમે તમામ મિસાઇલ અને ડ્રોનને આકાશમાં જ ઇન્ટરસેપ્ટ કરીને તોડી નાખ્યા હતા. #OperationSindoor2

ભારતનો પાકિસ્તાનને કડક જવાબ: S-400 સિસ્ટમથી પાકિસ્તાની હુમલાઓ નિષ્ફળ

લાહોરના પાકિસ્તાની સૈન્ય મથકને ભારતે બનાવ્યું નિશાન, HQ9 સિસ્ટમ ધ્વસ્ત

ભારતનું ઓપરેશન સિંદૂર યથાવત: પાકિસ્તાને કરેલા ૧૫ શહેરો પર હુમલાના પ્રયાસ નિષ્ફળ

પાકિસ્તાનની એર ડિફેન્સને ભારતના ડ્રોન હુમલાથી ભારે નુકસાન, સેનામાં ગભરાટ

નવી દિલ્હી, ૮ મે ૨૦૨૫: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરથી હચમચી ઉઠેલા પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ભારતના ૧૫ જેટલા લશ્કરી થાણાઓ પર મિસાઇલ અને ડ્રોન મારફતે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા હતા.

પાકિસ્તાને રાત્રે LOC પર કરેલા સતત ગોળીબારનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે આજે વળતા પ્રહાર રૂપે પાકિસ્તાનના બાર જેટલા શહેરોને ટાર્ગેટ બનાવીને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં પાકિસ્તાની એર ડિફેન્સના ભુક્કા બોલાવી દીધા હતા. ભારતે પ્રથમ વખત S-400 એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને પલટવાર કર્યો હતો.

Indian Air Force S-400 Sudarshan Chakra air defence missile systems were fired last night against targets moving towards India. The targets were successfully neutralised in the operation say multiple domain experts to ANI. 
ભારતના હુમલાને કારણે પાકિસ્તાનમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક પછી એક શહેરોમાં થયેલા શ્રેણીબદ્ધ ધડાકાઓને કારણે લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. લાહોરમાં ભારતે પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટર્સને હિટ કર્યું હતું અને HQ9 એર ડિફેન્સ સિસ્ટમનો ખુરદો બોલાવી દીધો હતો.

ભારતે લાહોર, રાવલપિંડી, કરાચી સહિતના શહેરોમાં ડ્રોન હુમલા કર્યા હતા. ગઈકાલે પાકિસ્તાને પંજાબના સાત, રાજસ્થાનના ત્રણ, જમ્મુ-કાશ્મીરના ચાર શહેર તેમજ ગુજરાતના ભુજમાં હુમલાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ભારતની S-400 સિસ્ટમે તમામ મિસાઇલ અને ડ્રોનને આકાશમાં જ ઇન્ટરસેપ્ટ કરીને તોડી નાખ્યા હતા.

ભારતના આ જવાબી હુમલામાં પાકિસ્તાનની ચીની બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે નાશ પામી હતી. એક અધિકારીએ જણાવ્યું કે ઓપરેશન સિંદુર યથાવત ચાલુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.