Western Times News

Gujarati News

ગોદરેજ ફાઉન્ડેશને ગ્લોબલ એક્સેસ ટુ ટેલેન્ટ ફ્રોમ ઈન્ડિયા (GATI) ફાઉન્ડેશનનો સહ-આરંભ કર્યો

કન્વર્જન્સ ફાઉન્ડેશન અને મનીષ સભરવાલ સાથે મળીને, GATI ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય ભારતને ગ્લોબલ ટેલેન્ટ હબ બનાવવાનો છે

નવી દિલ્હી, 8 મે, 2025: ગ્લોબલ એક્સેસ ટુ ટેલેન્ટ ફ્રોમ ઈન્ડિયા (GATI) ફાઉન્ડેશનનો ભારતના માનનીય વિદેશ મંત્રી શ્રી ડૉ. એસ. જયશંકરની મુખ્ય અતિથિ તરીકેની ઉપસ્થિતિ વચ્ચે આરંભ કરવામાં આવ્યો હતો. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધ કન્વર્જન્સ ફાઉન્ડેશન, મનીષ સભરવાલ અને ગોદરેજ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત, GATI એક બિન-લાભકારી ફાઉન્ડેશન છે, જે વૈશ્વિક પ્રતિભાની ગતિશીલતા માટે માળખાગત, નૈતિક અને ચક્રિય માર્ગોના સર્જન માટે સમર્પિત છે.

2030 સુધીમાં ઉચ્ચ આવક ધરાવતા અર્થતંત્રો 45-50 મિલિયન કુશળ અને અર્ધ-કુશળ કામદારોની અછતનો સામનો કરતા હશે તેવા અંદાજો વચ્ચે આ મિશન તાકીદનું બની રહે છે. ભારતને કુશળ પ્રતિભા માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના વિઝન સાથે, GATI ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય શ્રમ બજારોમાં ભારતીય કામદારો માટે તકોના સર્જન માટે સરકારો, વ્યવસાયો અને બિન-લાભકારી સંસ્થાઓ વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

આ લોન્ચ ઇવેન્ટમાં વિદેશી રાજદૂતો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગોના અગ્રણી પ્રતિનિધિઓ અને થિંક ટેન્કો વૈશ્વિક પ્રતિભાની ગતિશીલતા માટે  સરકારની સરકાર સાથે ભાગીદારીઓ, નૈતિક ભરતી પ્રથાઓ અને ઉદ્યોગની આગેવાની હેઠળના ઉકેલો જેવા મુખ્ય વિષયો પર ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા.

ગોદરેજ ફાઉન્ડેશનના સીઈઓ ઓમર મોમીને જણાવ્યું હતું કે, “એવી દુનિયામાં જ્યાં કોઈ વ્યક્તિ ફક્ત સરહદ પાર કરીને દસ ગણી વધુ કમાણી કરી શકે છે, ત્યાં શ્રમની વૈશ્વિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવું એ ફક્ત સ્માર્ટ અર્થશાસ્ત્ર નથી – પણ પરિવર્તનશીલ વિકાસ છે. ઉચ્ચ આવક ધરાવતા દેશો 2030 સુધીમાં લગભગ 50 મિલિયન કામદારોની અછતનો સામનો કરતા હશે, ત્યારે GATI નૈતિક, ચક્રિય અને સુવ્યવસ્થિત સ્થળાંતરના માર્ગોના નિર્માણનો વિચાર કરી શકે છે, જે ત્રિવિધ જીતને અનલૉક કરે છે: મહત્વપૂર્ણ પ્રતિભાના અંતરને ભરવું, ઘરે સમૃદ્ધિને વેગ આપવો અને લોકોને તકનો ગૌરવપૂર્ણ માર્ગ પ્રદાન કરવો.”

કન્વર્જન્સ ફાઉન્ડેશનના સ્થાપક-સીઈઓ આશિષ ધવને જણાવ્યું હતું કે, “આજે, દર વર્ષે લગભગ 700,000 ભારતીયો વિદેશમાં કામ કરવા માટે સ્થળાંતર કરે છે. જો કે, આ માનવબળનો 60% હિસ્સો GCC દેશોમાં કેન્દ્રિત છે. ભૌગોલિક અને નોકરીની ભૂમિકાઓમાં વૈવિધ્યકરણ કરીને, આપણી પાસે વાર્ષિક સ્થળાંતરના પ્રવાહને 2-2.5 મિલિયન સુધી વધારવાની વાસ્તવિક તક છે. આમ કરવાથી માત્ર વધુ નોકરીની તકોનું જ સર્જન નહીં થાય, પણ આપણા રેમિટન્સને $300 બિલિયન સુધી વધારવામાં પણ મદદ મળી શકે છે. રેમિટન્સ સીધું પરિવારમાં આવતું હોવાથી – તેનાથી વપરાશ વધે છે, શિક્ષણ અને આરોગ્ય પાછળનો ખર્ચ વધે છે – ગરીબીમાં ઘટાડા પર પણ તેની નોંધપાત્ર અસર પડે છે.”

ટીમલીઝ સર્વિસીસના વાઇસ-ચેરમેન મનીષ સભરવાલે જણાવ્યું હતું કે, “GATI એક એવો વિચાર છે જેનો ભારત માટે સમય આવી ગયો છે. ઘોંઘાટ ઘણો વધારે છે, પરંતુ જો અર્થશાસ્ત્ર ચર્ચાને ગેરકાયદેસર સ્થળાંતરથી કાયદેસર સુધી, સ્થળાંતરથી ગતિશીલતા તરફ અને નાગરિકતાને કામ સુધી લાવવા માટે સક્ષણ બને તો તે રાજકારણને પાછળ છોડી દેશે. સમૃદ્ધ દેશો સ્થળાંતર વિના ફુગાવાને ટાળી શકે છે અથવા સંભાળનું કાર્ય કરી શકે છે તે ખ્યાલ અશક્ય છે. દુનિયાના દેશો માટે પડકાર સ્થળાંતરને વ્યવસ્થિત, કામચલાઉ અને સલામત બનાવવાનો છે. GATI ફાઉન્ડેશન આગામી બે દાયકામાં વૈશ્વિક સમૃદ્ધિ માટે સારી રીતે ડિઝાઇન કરેલા ગેસ્ટ વર્કર પ્રોગ્રામ્સ એક મહત્વપૂર્ણ ઉકેલ છે તેવા વિચારો માટે લડી લેવાનો પ્રસ્તાવ મૂકે છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.