સાયબર ક્રાઈમ માટે વપરાતા બેંક ખાતાની આપ લે કરતા ૪ આરોપીઓ ઝડપાયા

(એજન્સી)અમદાવાદ સાયબર ક્રિમિનલ્સ અને ગેમિંગના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે વપરાતા બોગસ બેંક એકાઉન્ટની આપ લે કરવા આવેલા ૪ આરોપીઓની વાસણા પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાન અને મુન્દ્રાની આગેંગ વોટ્સએપ અને પાર્સલ મારફતે કીટ આપ લે કરતા હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે, ગરીબ લોકોની બેંકની વિગત મેળવી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી રૂપિયા ટ્રાન્સફર થતું હોવાનું સામે આવ્યું છે. જે મામલે વાસણા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો વાસણા પોલીસની કસ્ટડીમાં રહેલા આ ૪ આરોપીઓના નામ યોગેન્દ્ર છીપા, આશુપ્રતાપસિંગ રાઠોડ, મહર્ષિ દવે અને યારુકમિયા શેખ છે.
આ ચારેય આરોપીઓ વાસણાની હોટલમાં બે દિવસથી રોકાયા હતા. જેમાં તપાસ કરતા આરોપીઓ પાસેથી અલગ અલગ નામની બેંક અકાઉન્ટની કીટ મળી આવી છે. પોલીસે ૩ ડેબિટ કાર્ડ, ૨ સીમકાર્ડ અને અલગ-અલગ બેંકની ચેકબુક પાસબુક તથા કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાંથી આશુ પ્રતાપસિંગ રાઠોડ રાજસ્થાનનો રહેવાસી છે
અને તે મુન્દ્રામાં રહેતા યોગેન્દ્ર છીપા અને મહર્ષિ દવે સાથે મળી ગરીબોના બેન્ક એકાઉન્ટ ની માહિતી મેળવી ફરાર આરોપી બીપીન મહારાજ ને મોકલતો હોવાનો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે યોગેન્દ્ર અદાણી પોર્ટમાં એન્જિનિયર તરીકે કામ કરે છે તો અન્ય આરોપી મહર્ષિ દવે મુન્દ્રા ખાતે ટ્રાન્સપોર્ટ કંપનીના નામે ઓફિસ ધરાવે છે.
બંને આરોપીઓ ત્યાંના સ્થાનિક લોકોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી ખાતાધારકને ૮૦૦૦ રૂપિયા આપી તેમની બેંક કીટ અને સીમ કાર્ડ મેળવી લેતા હતા.આવી ૧૨ જેટલી કીટ વોટ્સએપ મારફતે બનાસકાંઠાના બીપીન મહારાજને મોકલાવી હોવાનો ખુલાસો થયો છે. જે બદલ આરોપીઓને ૨૦,૦૦૦ રૂપિયા આંગડિયા પેઢી દ્વારા મોકલવામાં આવ્યા હતા.
સાથે જ એક કીટના ૪૦૦૦ રુપિયા મેળવતા હતા. જે અંગે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, આરોપી સાયબર ક્રાઇમમા આ કીટ નો ઉપયોગ કરતા હતા. સાથે જ સરળતા થઈ રુપિયા મેળવવા આ ગુનામા જોડાયા હતા. જેથી પોલીસે આ ગુનાના ફરાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ કેટલી કીટ મોકલવામાં આવી અને તેનો ઉપયોગ ક્્યાં થયો તે અંગે તપાસ શરુ કરી છે.