Western Times News

Gujarati News

ખરીદીના બિલો મૂકી સ્વામીનારાયણ હોસ્પિટલ ઠગાઈ કરનાર જમાઈ-સસરા સામે ગુનો દાખલ

કન્ઝયુમેબલ પ્રોડકટની ખરીદીના બિલો મૂકી ઠગાઈ કરનાર જમાઈ-સસરા સામે ગુનો દાખલ

SMVS સ્વામીનારાયણ હોસ્પિટલ સાથે કર્મચારી સહિત ૪ શખ્સોની રૂ.૧.૮૪ કરોડની છેતરપિંડી

ગાંધીનગર, કુડાસણામાં આવેલી એસએમવીએસ સ્વામીનારાયણ હોસ્પિટલ સાથે સ્ટોર્સ ઈન્ચાર્જ સહિત ૪ શખ્સોએ ૧.૮૪ કરોડની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. કન્ઝયુમેબલ પ્રોડકટની ખરીદીના બિલો મૂકી ઠગાઈ કરનારાઓ સામે ઈન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે.

હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન યુનિટ હેડ રાજદીપસિંહે ફરિયાદ નોંધાવી છે કે હોસ્પિટલના અલગ અલગ વિભાગ પૈકીના જનરલ સ્ટોરમાં પ્રણવ વસંતભાઈ ભીમાણી ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. જેનું કામ કન્ઝયુમેબલ પ્રોડકટ્‌સ સહિતની વસ્તુની ખરીદી કરી સ્ટોક રજિસ્ટરે ચડાવી બિલોની ચૂકવણી કરાવવાની હોય છે.

માર્ચ ર૦રપમાં હોસ્પિટલના ડિરેકટર કલ્પેશભાઈ સોનીએ બિલોના વેરિફિકેશન કરાવ્યા હતા. જેમાં એસ.કે. એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાંથી આવેલા ૩પ બિલો અંગે રજિસ્ટ્રરમાં એન્ટ્રી ન હતી અને કોઈપણ પ્રોડકટ્‌સ હોસ્પિટલમાં આવ્યા વિના રૂ.૧પ,૩પ,૭૩૩ની અલગ અલગ કન્ઝયુમેબલ પ્રોડકટના ઓર્ડર પેટે રૂ.૧૧.૮પ લાખ કંપનીને ચૂકવાયા હોવાનું સામે આવ્યું હતું. તે અંગે વધુ તપાસ કરતા એસ.કે.એન્ટરપ્રાઈઝ નામે બોગસ કંપની પ્રણવ વસંતભાઈ ભીમાણી અને તેના સસરા સુરેશભાઈ કુરજીભાઈ ચૌહાણે ઊભી કરી નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

તેના પગલે અન્ય બિલોની ચકાસણી કરતા સેન્ટ્રલ સર્જિહબ નામની કંપનીના બિલો પણ શંકાસ્પદ હતા. જેના બિલ મુજબની મોટાભાગની પ્રોડકટ હોસ્પિટલના સ્ટોર રજિસ્ટરમાં ન હતી. પરંતુ બિલ મુજબના નાણાં ચૂકવી દેવાયા હતા. આ કંપની હોસ્પિટલના પૂર્વ કર્મચારી રાજેન્દ્રભાઈ દિનેશચંદ્ર રાવલ અને તેના ભાગીદાર આનંદભાઈ દેવરાજભાઈ ચૌધરી નામે રજિસ્ટર હતી.

આ કંપનીને પણ ખોટા બિલો પેટે રૂ.પ,૯૩,પ૪૮નું ચૂકવણું કરી દેવાયું હતું. આમ વર્ષ ર૦રરથી માર્ચ ર૦રપ દરમિયાન અલગ અલગ કંપનીઓની પ્રોડકટ હોસ્પિટલમાં આવેલ નહીં હોવા ઉપરાંત રજિસ્ટરે નોંધણી વિના જ સ્ટોર ઈન્ચાર્જ પ્રણવ ભીમાણીએ ખોટા ઓર્ડરો આપીને રૂ.૧ કરોડ ૮૪ હજારથી વધુની ઠગાઈ આચરવામાં આવતા ઈન્ફોસિટી પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.