ઉનાવા માર્કેટ યાર્ડમાં આ કારણસર તમાકુની આવક ઘટી

મહેસાણા, મહેસાણા ઉનાવા માર્કેટ યાર્ડમાં મહેસાણા જિલ્લા અને આજુબાજુના જિલ્લામાંથી તમાકુની આવક આવતી હોય છે, પરંતુ અત્યારે છેલ્લા બે દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદના વાતાવરણના હિસાબે ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાનો માલ લઈને આવવાનું ટાળી રહ્યા છે. વરસાદ પહેલા અને વરસાદ પછી તમાકુની આવકમાં ૨૦૦૦૦ થી ૩૦,૦૦૦ બોરીની ઘટ નોંધાઈ રહી છે. આજે માર્કેટ યાર્ડમાં તમાકુની ૧૧,૨૨૮ બોરીની આવક નોંધાઈ હતી.
મહેસાણા જિલ્લાના ઉનાવામાં આવેલું ઉનાવા માર્કેટ યાર્ડ કે જે તમાકુ માટેનું મોટું માર્કેટ યાર્ડ છે જેમાં અલગ અલગ જિલ્લામાંથી અને મહેસાણા જિલ્લામાંથી ખેડૂતો પોતાના તમાકુનું વેચાણ કરવા માટે આવે છે.
દર વર્ષે લાખો બોરી તમાકુની આવક યાર્ડમાં નોંધાય છે, આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં દર વર્ષે ખેડૂતોને તમાકુના ભાવ પણ સારા મળી રહે છે, માટે જ ખેડૂતો પોતાના તમાકુનું વેચાણ કરવા માટે ઉનાવા માર્કેટયાર્ડમાં આવે છે. કમોસમી વરસાદના વાતાવરણના પગલે માર્કેટ યાર્ડમાં તમાકુની ૧૧,૨૨૮ બોરીની આવક થઈ છે, જેના ઊંચા ભાવ ૨૧૫૫ રૂપિયા બોલાયા છે, ભાવમાં પણ ઘટાડો થયો છે.
મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં ખાસ કરીને તમાકુ, એરંડા અને કપાસની મોટા પ્રમાણમાં આવક નોંધાય છે. અત્યારે ઉનાળાની ઋતુમાં તમાકુની કાપણીનો સમય હોવાથી તમાકુની મોટા પ્રમાણમાં આવક યાર્ડમાં નોંધાઈ રહી છે. દર વર્ષે એપ્રિલની શરૂઆતની સાથે જ તમાકુની હરાજી કરવામાં આવે છે. આજે માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદના પગલે તમાકુની આવકમાં ૨૦,૦૦૦ થી લઈને ૩૦,૦૦૦ બોરીની ઘટ ગયા અઠવાડિયા કરતા નોંધાય છે.
ગયા વર્ષે ૧૮,૦૦,૦૦૦ બોરીની આવક યાર્ડમાં તમાકુની નોંધાઈ હતી. પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સુરેન્દ્રનગરથી પણ ખેડૂતો અહીં તમાકુનું વેચાણ કરવા આવે છે.
આજે માર્કેટ યાર્ડમાં તમાકુની ૧૧,૨૨૮ બોરીની આવક નોંધાઈ હતી, જેના નીચા ભાવ ૧૧૨૫ રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા અને ઊંચા ભાવ ૨૧૫૫ રૂપિયા સારી ક્વોલિટી વાળી તમાકુના બોલાયા હતા, ગઈકાલના ભાવ કરતા અંદાજે દોઢસો રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે. ખરાબ વાતાવરણના કારણે યાર્ડમાં તમાકુની હરાજી બંધ રાખવામાં આવી હતી, એરંડાની આજે ૧૦૪૧ બોરીની આવક નોંધાઈ હતી.