BLAએે કર્યો દાવો -બલુચિસ્તાનના એક તૃતીયાંશ ભાગ પર કબજો કરી લીધો

ગાઉ પાકિસ્તાની સેનાના ળન્ટિયર કોર્પ્સ મુખ્યાલયને સશસ્ત્ર માણસો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું
નવી દિલ્હી, બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યાે હતો કે તેણે બલૂચિસ્તાનના એક તૃતીયાંશ ભાગ પર કબજો કરી લીધો છે. BLA એ દાવો કર્યાે છે કે પાકિસ્તાની સેના પોતાની ચોકી છોડીને ભાગી ગઈ છે.
BLA એ અફઘાનિસ્તાન-ઈરાનને અડીને આવેલા વિસ્તાર પર કબજો કરવાનો દાવો કર્યાે છે. દરમિયાન, પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તે છે. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પાકિસ્તાની સેનાના ળન્ટિયર કોર્પ્સ મુખ્યાલયને સશસ્ત્ર માણસો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.
ક્વેટાના જંગલ બાગમાં કંબ્રાની રોડ પર પાકિસ્તાની સેનાના કેપ્ટન સફર ખાન ચેક પોસ્ટને અજાણ્યા લોકોએ નિશાન બનાવ્યું અને ગોળીબાર કર્યાે અને ત્યારબાદ અનેક વિસ્ફોટો થયા.
ગુરુવારે રાત્રે (૮ મે, ૨૦૨૫) પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર સહિત અનેક લશ્કરી સ્થાપનો પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો, જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. આ પછી, ભારતે વળતો જવાબ આપ્યો અને લાહોર અને કરાચીમાં જવાબી કાર્યવાહી કરી.