સિંધુ જળ સંધિના મામલે પાકિસ્તાનને મોટો ઝટકો

(એજન્સી)નવી દિલ્હી, ભારત ફરી એકવાર પાકિસ્તાનને ઘૂંટણિયે પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સરહદ પર પાકિસ્તાનને જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે અને વોટર સ્ટ્રાઈક દ્વારા પાડોશી દેશને તેના કાર્યોનું પરિણામ મળી રહ્યું છે.
આ સંઘર્ષ વચ્ચે, ભારત માટે એ કોઈ સારા સમાચારથી ઓછું નથી કે વિશ્વ બેંકે સિંધુ જળ સંધિ અંગે તેની ભૂમિકા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિશ્વ બેંકે કહ્યું છે કે તે મધ્યસ્થી સિવાય બીજી કોઈ ભૂમિકા ભજવશે નહીં.
આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાના પ્રમુખ અજય બંગાએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિમાં વિશ્વ બેંકની મધ્યસ્થી સિવાય કોઈ ભૂમિકા નથી. વિશ્વ બેંકના પ્રમુખે સ્પષ્ટ કર્યું કે તેઓ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા પાણી વહેંચણી કરાર પર લાદવામાં આવેલા સસ્પેન્શનને ઉલટાવી લેવા માટે કોઈ કાર્યવાહી કરશે નહીં.
વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ તેમના નિવેદનમાં કહ્યું – અમારી ભૂમિકા ફક્ત મધ્યસ્થી તરીકેની છે. વિશ્વ બેંક આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશે તે અંગે મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ તે બધી ખોટી છે. વિશ્વ બેંકની ભૂમિકા ફક્ત મધ્યસ્થીની છે.