Western Times News

Gujarati News

ભૂજથી ભારતીય સેનાની હિલચાલ તીવ્ર બની

File Photo

(એજન્સી)ભૂજ, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના એરપોર્ટ પર કરેલા હુમલા બાદ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારત હાલ પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરી રહ્યું છે. ભારત છેક લાહોર, સિયાલકોટ સુધી પહોંચી ગયું છે. પાકિસ્તાનની મિસાઈલોને તોડી પાડવામાં આવી હતી.

અત્યાર સુધી ભારતીય બાજુ કોઈ જાનહાનિના સમાચાર નથી. તો બીજી તરફ, ગુજરાતના ભૂજથી ભારતીય સેનાની હિલચાલ તીવ્ર બની ગઈ છે અને ફોર્સને સરહદ તરફ મોકલવામાં આવી છે.

પાકિસ્તાને ભારતના જમ્મુ અને જેસલમેર પર મિસાઇલ હુમલો કર્યો. ભારતે આ હુમલાઓનો જોરદાર જવાબ આપ્યો છે અને પાકિસ્તાનની મિસાઇલોને ભારતના હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવી છે. અત્યાર સુધી ભારતીય બાજુ કોઈ જાનહાનિના સમાચાર નથી. હવે ગુજરાતના ભૂજથી ભારતીય સેનાની હિલચાલ તીવ્ર બની ગઈ છે અને ફોર્સને સરહદ તરફ મોકલવામાં આવી છે.

ગાંધીનગર કમાન્ડ કંટ્રોલ સેન્ટર એલર્ટ પર આવી ગયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત હુમલાની ખબરથી ધમધમી ઉઠ્યું છે. પાકિસ્તાનના હુમલાને પગલે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર પર રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ હાજર રહ્યાં. ગુજરાતના સરહદી વિસ્તારો ઉપર અને સ્થાનિક પ્રશાસન સાથે તાલમેલની કામગીરી થઈ રહી છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચ્યા. બનાસકાંઠાના બોર્ડરના વિસ્તારમાં તંત્ર અને પોલીસ પહોંચી ગઈ છે. નડાબેટ બોર્ડરના ગામોને એલર્ટ કરાયા છે.

સૂઈગામના ગોલપપાડન, ગોલપ નેસડા, રડોસણ, મેઘપુરા, જલોયા, નડાબેટ, મસાલી, માધપુરા, દુદોસણ અને બોરું સહિત ગામોને એલર્ટ કરાયા છે. સુઇગામના ૧૧ અને વાવના ૧૩ ગામોને એલર્ટ મોડ પર મૂકાયા છે. તો વાવના ૧૩ અને સુઇગામના ૧૧ ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.