599 ના શુઝ ફેસબુક પરથી ઓર્ડર કરી રીટર્ન કરતાં 95 હજારમાં પડ્યા

પ્રતિકાત્મક
ફેસબુક પર જાહેરાત જોઈ મંગાવેલા બુટ પાછા મોકલતાં 95 હજારનો ચૂનો લાગ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, સેવાલીયામાં વેપારીએ ઓર્ડર કરેલા સૂઝ રીટર્ન મોકલાવવા જતાં રૂપિયા ૯૫ હજારનો ચુનો લાગ્યો છે. ગઠીયાએ રીટર્નની ઈન્ક્વાઈરી માટે વેપારીને વોટ્સએપ કોલ કરી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફોન હેક કરી નાણાં ઉપાડી લીધા હતા. આ બનાવ મામલે સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે વૃંદાવન સોસાયટીમાં દીલીપભાઇ પટેલ રહે છે. તેઓ પોતે વેપારી છે. ગત ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ તેમણે પોતાના મોબાઈલ ફોનના ફેસબુક પેલ્ટફોર્મ પર સૂઝની જાહેરાત જોઈ હતી. આ સૂઝની કિંમત રૂપિયા ૫૯૯ હતી અને એ ઓર્ડર કર્યા હતા. એ બાદ ગત ૧૪ એપ્રિલના રોજ ઓર્ડર ઘરે મળ્યો હતો અને સૂઝ જોયા પરંતુ તેમના માપના નહોતા.
આથી દિલીપભાઈએ આ સૂઝ પાછા આપવા માટે કુરિયર બોયને સંપર્ક કર્યો હતો. પરંતુ કુરિયર બોયે જણાવ્યું કે જે પ્લેટફોર્મ પરથી ઓર્ડર આપેલો ત્યાંથી જ રીટર્ન પોલીસીથી કરી શકાશે. ત્યાર બાદ આ એપ્લિકેશન ખુલી નહોતી અને ૧૬ એપ્રિલના રોજ દિલીપભાઈના મોબાઇલ પર એક વોટ્સએપ કોલ આવેલો જેમાં સામે વાળી વ્યક્તિએ જણાવેલ કે તમારે સૂઝનો શુ પ્રોબલેમ છે
જેથી દિલીપભાઈએ કહેલ કે,આ સૂઝ મને ફિટ આવતા નથી મે મંગાવેલ શુઝ તમે રિટર્ન લઈ લો અને મને મારા પૈસા પરત મોકલી આપો તેમ કહેતા તે ઇસમે આના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ત્યારબાદ જ આપના પૈસા પરત મળશે તેવું કહી એક એપ્લીકેશન મોકલી તે ડાઉનલોડ કરાવી હતી.
જે ડાઉનલોડ કરતાની સાથે જ દિલીપભાઈનો? ફોન હેક થઈ ગયો હતો. બાદમાં એક કલાક બાદ મોબાઈલ ઓન કરતા તેમના ખાતામાંથી રુપિયા ૯૫ હજાર ઓનલાઇન કપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જે તે સમયે દિલીપભાઈએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર અને એ બાદ ગતરોજ સેવાલીયા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.