કમોસમી વરસાદથી મેંદરડા પંથકમાં ખેડૂતોના પાકને નુકસાન

પ્રતિકાત્મક
(એજન્સી)જુનાગઢ, જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨ દિવસથી વરસાદને કારણે મેંદરડા પંથકમાં ખેડૂતોને વારંવાર નુકસાની થઈ છે અને કેરી, તલ, અડદ, મગના પાકને વ્યાપક નુકસાની થઈ છે.
જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને જેને લઈને ગીર વિસ્તાર ધરાવતા મેંદરડા તાલુકામાં ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે કેરીના પાકને નુકસાની થઈ છે અને આંબા પરથી કેરીઓ ખરી પડી છે. બાકી રહેલો પાક પણ નિષ્ફળ જાય તેવી શક્્યતા
તેમજ વરસાદ પડતાની સાથે જ કેરીઓ હવે ખાવા લાયક છે કે કેમ તે પણ એક સવાલ છે. એક તો આ વર્ષે કેરીમાં ખરણ થતા ૩૦% જેટલું જ ઉત્પાદન થવાની આશા હતી, પરંતુ કમોસમી વરસાદ પડતાની સાથે જ બાકી રહેલો પાક પણ નિષ્ફળ જાય તેવી શક્્યતા ખેડૂતો સેવી રહ્યા છે. ખેડૂતોને પાક વાવણીના પણ પૈસા નીકળે તેવી સ્થિતિ રહી નથી. ગુજરાતભરમાં આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે.
ધારી ગીર પંથકમાં મોટાભાગના જે ગામો ખેતી અને પશુપાલન આધારિત છે, ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીને આ ખેડૂતો પોતાનું ગુજરાત ચલાવે છે. જુવાર, બાજરો, તલ, ચોળી તેમજ બાગાયતી પાકો કેરી, ચીકુ, દાડમ, લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂત દ્વારા ખેતી થાય છે પણ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડવાને લઈને હવે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકસાની થઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
હાલ બાગાયતી પાકમાં જે ફળોના રાજા તરીકે ઓળખાય છે તે કેરી પાકવાની તૈયારીમાં છે ને કેરીઓ ઉતારવાના સમયે જ કમોસમી વરસાદ કોપાયમાન બનીને વરસાદ ત્રાટકતા કેરીના પાકને તહસનહસ કરી નાખ્યો હતો.
કમોસમી વરસાદના માવઠાને લઈને મોટાભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીન દોસ્ત થઈ છે. એક વૃક્ષથી લઈને ૧,૨૦૦ આંબા સુધીના બગીચા ધરાવનાર ખેડૂતો ઉપર અત્યારે ચિંતાના વાદળો જણાઈ રહ્યા છે. કમોસમી વરસાદના માવઠાને લઈને સાથે પવનનું પણ જોર વધુ હોવાથી કેરીઓ ખરી પડી હતી, ત્યારે બાગાયતી પાક કેરીમાં વ્યાપક નુકસાની હોય તેવું ખેડૂત જણાવી રહ્યા છે.