Western Times News

Gujarati News

ન્યુજર્સીમાં નાગર જ્ઞાતિ સમાજ દ્વારા હાટકેશ્વર પાટોત્સવ ઉજવાયો

દાદાની શોભાયાત્રા, શિવસ્તુતિ, મહિમ્નસ્ત્રોત શિવ ભજનની પ્રસ્તુતિ કરાઈ

ન્યુજર્સી અમેરીકા, નાગર જ્ઞાતિના ઈષ્ટદેવરી હાટકેશ્વર દાદાના પાટોત્સવનું આયોજન નાગર્સ ઓફ નોર્થ અમેરીકા સંસ્થા દ્વારા વડતાલધામ સમરસેટ ન્યુજસી મંદીર ખાતે કરાયું હતું. જેમાં શણગારીયેલી પાલખીમાં ધાર્મિક ઉત્સાહ-ઉમંગ સાથે ઢોલના નાદ તથા હાટકેશના જય જયકાર સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી. Vadtaldham Somerset New Jersey Temple by the Nagars of North America Organization

પાટોત્સવના પ્રસંગે વિવિધ પ્રસ્તુતિમાં હાટકેશ્વરરાષ્ટ્રકમ દર્શનભાઈ લીનાબેન મહેતા, નિયાન ધોળકીયા, ગીતા શ્લોક પઠન, શિવપંચાલર સ્ત્રોત હૃદવી વ્યાસ અને ધવેન વસાવડા પ્રાર્થના ખનક વોરા, નૃત્ય, શ્લોક પઠન-મેઘાશા વોરા ગણેશ વેદના, શિવ ભજન પ્રણાલી દેસાઈ, ડો.પ્રીતી વ્યાસ અને કિતીકા ત્રિવેદી, શિવપાર્વતી મંગલાષ્ટક, વાધ સંગીત અર્થવદેસાઈ ઉન્મીલભાઈ પારઘીએ રજુ કરેલ. ઉપરાંત બાળ-કલાકારોને રાજેશ્વરી રાજીવ વછરાજાની દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

પાટોત્સવની ઉજવણીના અંતમાં શ્રી હાટકેશ્વર દાદાને થાળ ધરાવી, ર૦૦થી વધુ ન્યુયોર્ક ન્યુજર્સી કનેકટીવી ભારતથી આવેલા જ્ઞાતિજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સંચાલન રીતી નાણાવટી પારૂલ દીક્ષીત મીનલ નાણાવટી દ્વારા કરાયું હતું.

નાગસે ઓફ અમેરીકાના પ્રમુખ ડો.શિવાંગ ત્રિવેદીની રાહબરી હેઠળ પારૂલ દીક્ષીત મઝુમદાર મેહુલ મહેતા, ફોરમ વૈષ્ણવ ઈશીત વછરાજાને દર્શન મહેતા, પૌરવ મહેતા, રીતી નાણાવટી દુલાલ ઓઝા પીનલ નાણાવટી અને અનેક કાર્યકરોએ પાટોત્સવની ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણીમાં યોગદાન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.