લોકો ચીજવસ્તુઓનો સંગ્રહ ના કરે, દેશમાં પુરતો ભંડાર છેઃ ખાદ્યમંત્રી

નવી દિલ્હી, કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવની વચ્ચે ગુરુવારે લોકોને જરુરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા સંબંધિત અફવાઓ પર ધ્યાન નહીં આપવા વિનંતી કરી છે.
આ સાથે ખાદ્યમંત્રીએ કહ્યું કે, દેશની પાસે તમામ જરુરી ચીજવસ્તુઓના પુરતાથી વધુ ભંડાર છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, દેશના કેટલાક ભાગોમાં અફવા ફેલાવવામાં આવી રહી છે, જેનાથી પ્રભાવિત થઈને લોકો જરુરી ખાદ્ય પદાર્થાે અને રોજિંદી જરુરિયાતવાળી અન્ય ચીજવસ્તુઓ એકત્ર કરવામાં લાગી ગયા છે. ખાદ્યમંત્રીએ સંગ્રહની જરુરિયાતને લઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આપણી પાસે દેશભરમાં દરેક ચીજનો પુરતો ભંડાર છે.
આપણા ભંડાર જરુરિયાતથી અનેક ઘણા વધુ છે અને દેશના કોઈ પણ ભાગમાં લોકોએ બજાર તરફ ભાગવાનું કોઈ કારણ નથી. દેશમાં જરુરી ચીજવસ્તુઓની કોઈ કમી નથી અને કોઈએ પણ આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં.
ભારત અને પાકિસ્તાનની વચ્ચેના તણાવને જોતા, કેટલાક રાજ્યોએ શાળાઓ બંધ કરવા, સરહદી જિલ્લાઓમાં બ્લેકઆઉટ અને પોલીસ તથા વહીવટીતંત્રના અધિકારીઓની રજાઓ રદ કરવાની જાહેરાત કરી છે.ભારત-પાકિસ્તાન સરહદ પર તાજેતરના તણાવ અને ડ્રોન હુમલાઓ પછી દેશના કેટલાક ભાગોમાં ઈંધણ(પેટ્રોલ-ડીઝલ-ગેસ વગેરે)ને લઈને ગભરાટ જોવા મળી છે.
આ બાબતને લઈને ઈન્ડિયન ઓઇલ કોર્પાેરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પાેરેશન લિમિટેડ જેવી પ્રમુખ ઓઇલ કંપનીઓએ લોકોને ભરોસો આપ્યો છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજીનો પુરતો ભંડાર છે.
ગભરાઈને ખરીદી કરવાની કોઈ જરુરિયાત નથી. આ બંને ઓઈલ કંપનીઓએ લોકોને શાંતિ જાળવી રાખવા, બિનજરુરી ભીડથી દૂર રહેવા વિનંતી કરી છે અને કહ્યું કે તમામ ફ્યુલ સ્ટેશન(પેટ્રોલ પંપ) અને એલપીજી ડિસ્ટ્રીબ્યુટર સામાન્ય રીતથી કાર્ય કરી રહ્યા છે. આપણા દેશમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજીની કોઈ કમી નથી.
ખાદ્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આપણી પાસે પુરતા ખાદ્ય ભંડાર છે, જે આવશ્યક માપદંડો કરતા વધુ છે. એવા મેસેજો પર ધ્યાન આપો નહીં. જરુરી વસ્તુઓના વ્યાપારમાં સામેલ વેપારીઓ, જથ્થાબંધ વિક્રેતાઓ, સ્થાનિક વિક્રેતા અને વ્યાવસાયિક સંસ્થાઓને કાયદા નિયમન એજન્સીઓની સાથે સહયોગ કરવા માટે સૂચના આપવામાં આવે છે. સંગ્રહ કે ભંડારણમાં સામેલ કોઈ પણ વ્યક્તિ પર કાયદાની કલમ હેઠળ કેસ ચલાવવામાં આવશે.SS1MS